અમદાવાદમાં ડિવિઝનલ ફાયર ઓફિસર 65 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા

રાજ્યભરમાં લાંચિયા અધિકારીઓ સામે એસીબીની ટીમે લાલ આંખ કરી હોય તેમ છાસવારે લાંચ લેતા લાંચિયા અધિકારીને ઝડપી રહી છે ત્યારે વધુ એક બનાવમાં અમદાવાદ ફાયર…

રાજ્યભરમાં લાંચિયા અધિકારીઓ સામે એસીબીની ટીમે લાલ આંખ કરી હોય તેમ છાસવારે લાંચ લેતા લાંચિયા અધિકારીને ઝડપી રહી છે ત્યારે વધુ એક બનાવમાં અમદાવાદ ફાયર વિભાગમાં ડીવીઝનલ ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવતા ઈનાયત શેખ ફાયરની કામગીરી માટે રૂપિયા 65 હજારની લાંચ લેતા એસીબીના છટકામાં રંગેહાથ ઝડપાયા હતાં.

આ બનાવ અંગે જાણવા મળતી વિગત મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગમાં ફરજ બજાવતા ડીવીઝનલ ફાયર ઓફિસર ઈનાયત શેખે ફાયરની કામગીરી માટે રૂા. 65 હજારની લાંચની માંગણી કરી હતી. જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા નહીં હોવાથી ડીવીઝનલ ફાયર ઓફિસર વિરુદ્ધ એસીબીમાં ફરિયાદ કરી હતી.

ફરિયાદના પગલે એસીબીની ટીમે છટકુ ગોઠવ્યું હતું. જે છટકા દરમિયાન રૂા. 65 હજારની લાંચ લેતા ફાયર વિભાગના ડિવિઝનલ ફાયર ઓફિસર ઈનાયત શેખ રંગેહાથ ઝડપાયા હતાં. લાંચ લેતાઝડપાયેલા ડીવીઝનલ ફાયર ઓફિસર ઈનાયત શેખની એસીબીની ટીમે પુછપરછ હાથ ધરી હતી. બે વર્ષ પહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડિવિઝન ફાયર ઓફિસર મનીષ મોડ પર લાંચ લેતા ઝડપાયા હતાં. જેની સામે બે વર્ષ બાદ ઓડિયો-વીડિયો રેકોડીંગના પુરાવા મળતા ગુનો દાખલ કરાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *