પડવલાના પારડી રોડ પર કંપનીમાં ભીષણ આગ, લાખો રૂપિયાનું નુકસાન

પારડી-પડવલા રોડ પર વરુણ કાસ્ટ ઈન્ડસ્ટ્રીઝ એરિયામાં આવેલી વિનાયક સ્ટીલ નામની કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. શાપર વેરાવળ અને રાજકોટની ફાયર ટીમોએ કલાકોની જહેમત…

પારડી-પડવલા રોડ પર વરુણ કાસ્ટ ઈન્ડસ્ટ્રીઝ એરિયામાં આવેલી વિનાયક સ્ટીલ નામની કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. શાપર વેરાવળ અને રાજકોટની ફાયર ટીમોએ કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.આગ એટલી વિકરાળ હતી કે આસપાસના વિસ્તારોમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા, જેના કારણે સ્થાનિકોમાં ભય ફેલાયો હતો. આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.ઉલ્લેખનીય છે કે છેલ્લા બે દિવસથી આ કંપની બંધ હતી.

અચાનક આગ કેવી રીતે લાગી તે અંગે અનેક સવાલો ઊભા થયા છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ અકબંધ છે અને સમગ્ર મામલો તપાસનો વિષય બન્યો છે.રબરની કામગીરી સાથે સંકળાયેલી આ કંપનીમાં આગ લાગવાથી મશીનરી, કાચો માલ અને અન્ય સામગ્રી બળીને ખાખ થઈ ગઈ હોવાનું અનુમાન છે. સદનસીબે, આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આગના કારણે લાખો રૂૂપિયાનું નુકસાન થયું હોવાની આશંકા છે.ફાયર બ્રિગેડ અને સ્થાનિક તંત્ર દ્વારા આગ સંપૂર્ણપણે બુઝાવી દેવામાં આવી છે અને પરિસ્થિતિને કાબૂમાં લેવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *