અમદાવાદમાં નિર્માણાધીન સાબરમતી બુલેટ ટ્રેન સ્ટેશનમાં વિકરાળ આગ, ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો

    અમદાવાદમાંથી નિર્માણાધીન બુલેટ ટ્રેનના સ્ટેશનમાં આગ લાગી હોવાની ઘટના સામે આવું હતી. આ અકસ્માત આજે સવારે થયો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર…

 

 

અમદાવાદમાંથી નિર્માણાધીન બુલેટ ટ્રેનના સ્ટેશનમાં આગ લાગી હોવાની ઘટના સામે આવું હતી. આ અકસ્માત આજે સવારે થયો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. આગની માહિતી મળતા જ 14 ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. . બે કલાકની જહેમત બાદ ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો હતો. આ આગના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે. સાબરમતી બુલેટ ટ્રેન સ્ટેશન પર લાગેલી આગે મોટા ભાગને પોતાની ઝપેટમાં લઇ લીધો હતો.

અમદાવાદમાં વહેલી સવારે 6:30 વાગ્યે સાબરમતી વિસ્તારમાં નિર્માણાઘીન બુલેટ ટ્રેન સ્ટેશનમાં આગ લાગી હતી. આગની સૂચના મળતાં જ 14 ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પ્રત્યક્ષદર્શીના જણાવ્યા અનુસાર, આગ પર કાબુ મેળવવામાં ફાયર વિભાગને લગભગ 2 કલાક જેટલો સમય લાગ્યો હતો.

આ અકસ્માત અંગે નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRLC) દ્વારા એક નિવેદન જારી કરવામાં આવ્યું છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે નિર્માણાધીન સ્ટેશનના એક ભાગમાં છતના શટરિંગમાં આગ લાગી હતી. પ્રાથમિક માહિતી અનુસાર આગનું કારણ વેલ્ડીંગ સ્પાર્ક હોઈ શકે છે. હાલ શા કારણે લાગી તેની તપાસ કરવામાં આવી રહી છે. હાલ આગમાં કોઈ જાનહાનીના અહેવાલ સામે આવ્યા નથી.

NHSRLC અધિકારીઓ ઘટનાસ્થળે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. તમને જણાવી દઈએ કે આ સ્ટેશન ૫૦૮ કિમી લાંબા મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો એક ભાગ છે. આ પ્રોજેક્ટ ગુજરાત (૩૫૨ કિમી) અને મહારાષ્ટ્ર (૧૫૬ કિમી) ને આવરી લે છે અને મુંબઈ, થાણે, વિરાર, બોઈસર, વાપી, બિલીમોરા, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, નડિયાદ, અમદાવાદ અને સાબરમતીમાં કુલ ૧૨ સ્ટેશનોનું આયોજન કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *