માંડાડુંગરમાં પરિણીતાનો ગળેફાંસો ખાઇ આપઘાત

મુળ બિહારની પરિણીતાના એક વર્ષ પહેલા જ લગ્ન થયા હતા આજીડેમ પાસે માંડાડુંગરમાં રહેતી નવોઢા અંજુકુમારી વિશ્વકર્માએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ…

મુળ બિહારની પરિણીતાના એક વર્ષ પહેલા જ લગ્ન થયા હતા

આજીડેમ પાસે માંડાડુંગરમાં રહેતી નવોઢા અંજુકુમારી વિશ્વકર્માએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી.તેમના એક વર્ષ પહેલા જ લગ્ન થયા હતા. ભાડાની ઓરડીમાં બારીમાં સાડી બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. વધુ વિગતો મુજબ,આજીડેમ ચોકડી પાસે, માનસરોવર, માંડા ડુંગર, સુંદરમ પાર્ક-2 ખાતે રહેતા અંજુકુમારી ગોપાલ વિશ્વકર્મા (ઉંમર વર્ષ 25) ગઈકાલે રાત્રે 8 વાગ્યાં આસપાસ પોતાના ઘરે હતી, ત્યારે બારીમાં સાડી બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. તેના પતિને જાણ થતા 108માં જાણ કરી હતી.

108ના ઇએમટી રાજીબેને અંજુકુમારીને જોઈ તપાસી મૃત જાહેર કરી કંટ્રોલમાં જાણ કરતા કંટ્રોલ ઇન્ચાર્જ એએસઆઈ ફતેહસિંહ સોલંકીએ આજીડેમ પોલીસને જાણ કરતા પીએસઆઈ એચ.જે. સોલંકી ટીમ સાથે દોડી ગયા હતા.જરૂૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ માટે ખસેડ્યો હતો. વધુમાં જાણવા મળ્યું હતું કે,મૃતક અંજુકુમારી મૂળ બિહારની વતની હતી. તેનો પતિ કારખાનામાં મજૂરી કામ કરે છે.તેણીના એક વર્ષ પહેલા જ તેના લગ્ન થયા હતા.ગઈકાલે બંને સાથે જમ્યા બાદ પતિ કામ પર જતો રહ્યો હતો.ત્યારબાદ પત્નીએ આ પગલું ભર્યું હતું. આપઘાતનું કારણ જાણવા ન મળતા પોલીસે તપાસ યથાવત રાખી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *