શહેરનાં ગાંધીગ્રામ વિસ્તારમા આવેલી શ્રી રેસીડેન્સીમા રહેતી પરણીતાએ પંખામા સાડી બાંધી ગળફાંસો ખાઇ લેતા તેને 108 નાં તબીબે મૃત જાહેર કરી હતી. આપઘાતનુ કારણ જાણવા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
વધુ વિગતો મુજબ શ્રી રેસીડેન્સીમા રહેતા રીનાબેન ઉમેશભાઇ વાડોદરા નામનાં રપ વર્ષનાં પરણીતાએ ગઇકાલે સાંજે ગળેફાંસો ખાઇ લેતા તેમને 108 નાં ઇએમટી જયાબેન ખાંટએ જોઇ તપાસી મૃત જાહેર કર્યા હતા ત્યારબાદ ગાંધીગ્રામ પોલીસ મથકનાં પીએસઆઇ એસ. એલ. ગોહીલ ઘટના સ્થળે પહોંચી જતા તેમણે કાગળો કરી પરીણીતાનાં મૃતદેહને પીએમ અર્થે સિવીલ હોસ્પીટલે ખસેડવામા આવ્યો હતો. મૃતકનાં પતિ બેંકમા નોકરી કરતા હતા તેમજ તેમને સંતાનમા એક પુત્ર હોવાનુ જાણવા મળી રહયુ છે. રીનાબેનનાં આપઘાત પાછળનુ કારણ જાણવા તેમનાં માવતર પક્ષનાં નિવેદન લેવા તજવીજ શરૂ કરી છે.