જામનગરના ધૂતારપર ગામે પરિણીત યુવતીનો ગળાફાંસો ખાઈ આપઘાત

જામનગર તાલુકાના ધૂતારપર ગામમાં રહેતી શાંતિબેન મહેશભાઈ રાઠોડ નામની 30 વર્ષની પરણીતાએ પોતાના ઘેર પંખા ના હુકમાં ચૂંદડી બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેણીને…

જામનગર તાલુકાના ધૂતારપર ગામમાં રહેતી શાંતિબેન મહેશભાઈ રાઠોડ નામની 30 વર્ષની પરણીતાએ પોતાના ઘેર પંખા ના હુકમાં ચૂંદડી બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેણીને બેશુદ્ધ અવસ્થામાં સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જયાં સારવાર દરમિયાન ગઈકાલે તેણીનું મૃત્યુ નીપજયું છે.

આ બનાવ અંગે મૃતકના પતિ મહેશભાઇ જયંતીભાઈ રાઠોડ એ પોલીસને જાણ કરતા પોલીસ હેડ કોન્સ્ટેબલ જી.કે. જાડેજા જી.જી. હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસમાં જાહેર કરાયા અનુસાર મૃતક શાંતીબેન ના પુત્ર દેવલ કે જે પોતાની સાયકલમાં હવા ભરી રહ્યો હતો, જે દરમિયાન તેની ટ્યુબ ફાટી ગઈ હતી, તેથી દેવલ ના પિતા મહેશભાઈએ બાળકને ઠપકો આપ્યો હતો, અને ખીજાયા હતા. જેનું શાંતીબેન ને મનમાં લાગી આવતા ગળાફાંસા દ્વારા આપઘાત નું પગલું ભરી લીધા નજ પોલીસ સમક્ષ જાહેર થયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *