દીકરીઓનાં ક્ધયાદાન ઉદ્યોગપતિઓએ આપ્યાઅ: નગરજનોએ ભીની આંખે દીકરીઓને વળાવી
ગોંડલ નાં ભગવતસિહ બાલાશ્રમ ખાતે આશ્રમમાં પનાહ લઇ ઉછરેલી પાંચ દિકરીઓ નાં યોજાયેલા લગ્ન શાહી ઠાઠમાઠ સાથે થયા હતા.સવારે જાનનાં રુડા સ્વાગત કરાયા હતા. લગ્નવિધિ અને ભોજન બાદ દિકરીઓ ને માવતર બનેલા ગોંડલે ભીની આંખે વિદાય અપાઇ હતી.નગરપાલિકા દ્વારા સંચાલીત બાલાશ્રમ ખાતે પાંચ દિકરીઓ નાં લગ્ન પુર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજા ની દેખરેખ હેઠળ યોજાયા હતા.સવારે ટાઉનહોલ પાસે મુખ્ય બજાર થી જાનનાં સામૈયા સાથે દબદબાભેર વરઘોડો નિકળ્યો હતો.અને બાલાશ્રમ પંહોચ્યો હતો.લગ્નોત્સવ ને લઈ ને સુશોભિત કરાયેલા બાલાશ્રમ માં રંગેચંગે લગ્નવિધિ સંપન્ન થઇ હતી.લગ્નોત્સવ માં જયરાજસિહ જાડેજા,પુર્વ સાંસદ રમેશભાઈ ધડુક, નગરશ્રેષ્ઠીઓ, ઉદ્યોગપતિઓ, પુ.જેરામદાસબાપુ, પુ.ચંદુબાપુ પુ.રવિદર્શનજી, પુ.સીતારામ બાપુ સહિત સંતો મહંતો, ગોંડલ રાજવી હિમાંશુસિહજી, રાજમાતા કુમુદકુમારીજી,કુમાર જ્યોતિર્મયસિહજી હવામહેલ સહિત મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા.
દિકરીઓ ને ક્ધયાદાન અનુક્રમે ધારાસભ્ય નાં પુત્ર ગણેશભાઈ, ઉદ્યોગપતિ ધનસુખભાઇ નંદાણીયા, નીતિનભાઈ ગાજીપરા, વિજયભાઈ વાડોદરીયા તથા સાગરભાઇ દેસાઇ એ ક્ધયાદાન આપ્યા હતા. શરણાઈ ના સુર, માંગલીક ગીતો અને વેદોક્ત મંત્રોચ્ચાર વચ્ચે લગ્નવિધિ સંપન્ન થયા બાદ દિકરીઓ ને વિદાય અપાઇ હતી.લગ્ન પ્રસંગે યોજાયેલ ભોજન સમારોહ માં જાનૈયા, માંડવીયા સહિત અંદાજે દશ હજાર લોકોએ ભોજન ગ્રહણ કર્યુ હતુ. બાલાશ્રમ ખાતે છેલ્લા ત્રણ દિવસ થી ચાલી રહેલા લગ્નોત્સવ નુ માઇક્રો પ્લાનિંગ અશોકભાઈ પીપળીયાએ કર્યુ હતુ.જેને કારણે બાલાશ્રમ નાં આંગણે પાંચ – પાંચ જાન આવી હોવા છતા અદભુત વ્યવસ્થા જળવાઇ હતી.અશોકભાઈ પીપળીયાની સાથે ગણેશભાઈ જાડેજા,ડો.નૈમિશભાઈ ધડુક, મનસુખભાઈ સખીયા,પાલીકા પ્રમુખ અશ્ર્વીનભાઇ રૈયાણી,ક્રીપાલસિંહ જાડેજા, ઉપપ્રમુખ પરીતાબેન ગણાત્રા, બાલાશ્રમ ચેરમેન અનિતાબેન રાજ્યગુરુ સહિત ની વ્યવસ્થા કમીટી અને નગરપાલિકાનાં સદસ્યો, કાર્યકરો એ ટીમવર્ક દાખવી લગ્નોત્સવ ને સફળ બનાવ્યો હતો.
ગોંડલની અમીરાત ખમીરાત અને દિલેરી નજરે પડી
ગોંડલ બાલાશ્રમની પાંચ દિકરીઓનાં યોજાયેલા લગ્ન પ્રસંગે ગોંડલે તેની અમીરાત અને ખમીરાત બતાવી દિકરીઓ ને ઢગલાબંધ કરીયાવર આપી ઉપરાંત રોકડ રકમની જાણે વર્ષા થઈ રહી હતી.કુમાર જ્યોતિર્મયસિહજી સહિત અનેક નામી અનામી દાતાઓ એ દિકરીઓ નાં નામે ફિક્સ ડિપોઝિટ મુકી હતી.ભગવતપરા બહુચરાજી મઠ નાં ભગત દ્વારા દિકરીઓ ને સાડીઓ અર્પણ કરાઇ હતી. લગ્નમાં આવેલા નગરજનો દ્વારા રોકડ તથા અનેક ગિફ્ટ દિકરીઓ ને અપાઇ હતી.
લગ્નોત્સવમાં અશોકભાઇ પીપળિયાનું સફળ આયોજન
ગોંડલનાં બાલાશ્રમમાં યોજાયેલા પાંચ દિકરીઓનાં લગ્નોત્સવનાં આયોજનમાં મુખ્ય આયોજક અને જયરાજસિહ જાડેજાનાં અતિ વિશ્ર્વાસુ ગણાતા અશોકભાઈ પીપળીયા ફરી એકવાર સવાયા આયોજક સાબીત થયાછે. લગ્નમાં મંડપરોપણ, હલ્દી સહિતની રસમો, દાંડીયારાસ, શણગાર, પાંચ પાંચ જાનનાં સામૈયા, જમણવાર સહિત ખુબ મહેનત માંગી લેતા આયોજનને અશોકભાઈ પીપળીયાએ ટીમવર્ક દ્વારા બખુબી પાર પાડ્યુ હતુ.તેમની સૌને સાથે રાખી કામ કરવાની આવડત જબરદસ્ત સફળ બની હતી.
