મનમાની અને બાળકોના આરોગ્ય સાથે ચેડા કરનાર વિરૂધ્ધ કાર્યવાહી કરવા માંગ
કાળઝાળ ગરમીનાં લીધે રાજકોટ જીલ્લામા શાળાનો સમય સવારનો કરવા ડીઇઓ દ્વારા આદેશ કરવામા આવ્યો છે છતા કેટલીક શાળાઓ દ્વારા પરીપત્રનો ઉલાળ્યો કરી રહી છે ડીઇઓનાં આદેશ સામે મનમાની કરતી અને બાળકોનાં આરોગ્ય સાથે ચેડા કરતી શાળા વિરૂધ્ધ કાર્યવાહી કરવા એબીવીપી દ્વારા ડીઇઓને આવેદન આપી રજુઆત કરાઇ છે .
હાલ પુરા ગુજરાતભરમાં ઉનાળાની ભીષણ ગરમી ના કારણે રાજ્યસરકાર દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો જેમાં બધાજ શાળા નો સમયમાં ફેરફાર કરવાં માટેની સૂચના આપવામાં આવી છે,ત્યારે રાજકોટમાં પણ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા રાજ્યસરકારના પરિપત્ર મુજબ એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે .
જેમા દરેક શાળાઓનો સમય સવારે 7:00 થી 11:00 કરવો એવી સૂચના આપવામાં આવી છે તેમ છતાં ઘણી બધી સ્કૂલો આ પરિપત્રનો ઉલારો કરી રહ્યું એવું દેખાઈ રહ્યું છે, આવી ગરમીમાં જો નાના બાળકો તથા વિદ્યાર્થીઓને કોંઈ થાય તો જવાબદાર કોણ.. ઉપર જિલ્લા શિક્ષણ અધિકારીએ તીવ્રપણે આવી સ્કૂલો સામે કાર્યવાહી કરવી જોઈએ અને ચોક્કસ નિર્ણય લેવા જોઈએ. જો આ વિષયમાં જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા કોઈ ચોક્કસ નિર્ણય લેવામાં નહીં આવે તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ રાજકોટ મહાનગર દ્વારા આગામી દિવસોમાં ઉગ્ર થી ઉગ્ર આંદોલન કરવામાં આવશે જેની સંપુર્ણ જવાબદારી જિલ્લા શિક્ષણ અધિકારી તથા જે તે શાળાની રહેશે.
