મનપા દ્વારા 1569 બોર્ડ-બેનર જપ્ત કરી રૂા.74 લાખનો દંડ

રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા શહેરમાં જાહેર માર્ગો પર નડતરરૂૂપ અસ્થાઈ દબાણો સામે લાલ આંખ કરવામાં આવી છે. તારીખ 01-11-2026 થી 15-11-2026 દરમિયાન ચલાવવામાં…

રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા શહેરમાં જાહેર માર્ગો પર નડતરરૂૂપ અસ્થાઈ દબાણો સામે લાલ આંખ કરવામાં આવી છે. તારીખ 01-11-2026 થી 15-11-2026 દરમિયાન ચલાવવામાં આવેલી આ ખાસ ઝુંબેશ અંતર્ગત શહેરમાંથી મોટા પ્રમાણમાં દબાણો હટાવીને કડક કાર્યવાહી કરવામાં આવી છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જાહેર કરાયેલા અહેવાલ મુજબ, આ પખવાડિયા દરમિયાન ધરાર માર્કેટ, સંતકબિર રોડ, પેડક રોડ, કોઠારીયા રોડ, મવડી મેઈન રોડ, સાધુવાસવાણી રોડ, 150 ફૂટ રિંગ રોડ, રૈયાધાર રોડ, રામાપીર ચોકડી, કાલાવડ રોડ, જ્યુબેલી, જંક્શન રોડ, ઢેબર રોડ અને પરાબજાર સહિતના મુખ્ય વિસ્તારોમાંથી રસ્તા પર નડતરરૂૂપ કુલ 18 રેકડી અને કેબીન જપ્ત કરવામાં આવી છે. જ્યારે સમગ્ર સમયગાળા દરમિયાન કુલ 58 રેકડી અને કેબીન સામે કાર્યવાહી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

જાહેર માર્ગો પર ફેલાયેલા દબાણોને ડામવા માટે તંત્ર દ્વારા માત્ર રેકડીઓ જ નહીં પરંતુ પરચુરણ માલ-સામાન અને ખાદ્ય સામગ્રી પણ જપ્ત કરવામાં આવી છે. વિવિધ માર્ગો પરથી 119 પરચુરણ ચીજવસ્તુઓ તેમજ 1019 કિલોગ્રામ શાકભાજી અને ફળો જપ્ત કરવામાં આવ્યા હતા, જ્યારે આ સમગ્ર પખવાડિયા દરમિયાન કુલ 119 પરચુરણ માલ-સામાન અને 1019 કિલોગ્રામ શાકભાજી, ફળ તથા ફૂલ જપ્ત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

આ ઉપરાંત, સેટેલાઈટ ચોક, મોરબી રોડ, ભાવનગર રોડ, ચુનારાવાડ મેઈન રોડ, ઢેબર રોડ, રેસકોર્ષ રિંગ રોડ, જામનગર રોડ, કાલાવડ રોડ અને ગોંડલ ચોકડી જેવા વિસ્તારોમાંથી ગેરકાયદેસર રીતે લગાડવામાં આવેલા કુલ 1569 બોર્ડ, બેનર, ઝંડી અને પતાકાઓ ઉતારી લેવામાં આવ્યા છે. મહાનગરપાલિકા દ્વારા આ દબાણકર્તાઓ અને નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ પાસેથી મંડપ, કમાન અને છાજલી ભાડા પેટે રૂૂ. 2,23,050/- તેમજ અન્ય વહીવટી ચાર્જ રૂૂ. 1,50,965/- સહિત કુલ રૂૂ. 3,74,015/-નો માતબર વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો છે. આખા પખવાડિયા દરમિયાન વસૂલાયેલો કુલ વહીવટી ચાર્જ રૂૂ. 2,92,610/- જેટલો થાય છે. રાજકોટ મનપાના એન્કરોચમેન્ટ ઓફિસરના જણાવ્યા અનુસાર શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સપ્તાહ અને નાગરિકોની સુવિધા માટે દબાણ હટાવવાની આ કાર્યવાહી આગામી દિવસોમાં પણ સતત ચાલુ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *