લોનના હપ્તા મુદ્દે ધમકી અપાતા માંડાડુંગરના યુવાને આપઘાત કર્યો’તો

રાજકોટ શહેરનાં આજીડેમ ચોકડી નજીક માંડાડુંગર પાસે રહેતા યુવાને લોનનાં હપ્તા મુદે મામાનાં દીકરાએ ધોલ ધપાટ કરી ફડાકા ઝીકી અને બાદમા ધમકી આપતા યુવાને એસીડ…

રાજકોટ શહેરનાં આજીડેમ ચોકડી નજીક માંડાડુંગર પાસે રહેતા યુવાને લોનનાં હપ્તા મુદે મામાનાં દીકરાએ ધોલ ધપાટ કરી ફડાકા ઝીકી અને બાદમા ધમકી આપતા યુવાને એસીડ પી આપઘાત કરી લીધો હતો . આ ઘટનામા આપઘાતની ફરજ અંગેનો ગુનો નોંધવામા આવ્યો છે.

આ ઘટનામા માંડા ડુંગર પાસે ભારત નગરમા રહેતા પુજાબેન કીરીટભાઇ જાદવ (ઉ.વ. 30 ) પોતાની ફરીયાદમા મામાજીનાં દીકરા અજય ગોહેલનુ નામ આપતા તેમનાં વિરુધ્ધ આપઘાતની ફરજ અંગેનો ગુનો નોંધવામા આવ્યો છે. આ ઘટનામા પુજાબેને આક્ષેપો સાથે જણાવ્યુ હતુ કે તેઓ મુળ કોટડા સાંગાણીનાં દેવળીયા ગામનાં વતની છે અને તેઓ પાચેક મહીનાથી રાજકોટમા આવેલા માંડા ડુંગરમા રહેતા હતા . તેમણે પૈસાની જરુરીયાત ઉભી થતા વિજય વાલાણીનાં નામે માધવ મંડળીમાથી 1 લાખ રૂપીયાની લોન લીધી હતી . જેમા 50 હજાર રૂપીયા પોતે રાખ્યા હતા અને બાકીનાં પ0 હજાર મામાજીનાં દીકરા અજય ગોહેલને આપ્યા હતા . બંનેને 3 – 3 હજાર હપ્તા પેટે આવતા હતા પરંતુ છેલ્લા 3 હપ્તા પુજાબેનનાં પતિ કીરીટભાઇ આર્થીક પરીસ્થીતી નબળી હોવાને કારણે ભરી ન શકતા તેમનાં રૂપીયા અજય ગોહીલે ભર્યા હતા અને અજય તેમની પાસેથી 9 હજાર રૂપીયા માંગતો હતો.

ત્યારબાદ ર0 તારીખનાં રોજ અજયે બાઇક લઇ આવી અને કીરીટભાઇ પાસેથી 9 હજાર રૂપીયાની ઉઘરાણી કરી હતી . જેથી કીરીટભાઇએ સગવડ થતા પૈસા આપી દઇશ તેમ અજયને જણાવ્યુ હતુ બાદમા અજયે કીરીટભાઇને બાઇકમા બેસાડી બહાર લઇ ગયો હતો અને પાછા આવ્યા ત્યારે એ ચીંતામા જણાતો હતો અને ત્યારબાદ કીરીટે બાથરુમમા જઇ એસીડ પી લેતા તેમને સારવાર માટે સિવીલ હોસ્પીટલે ખસેડવામા આવ્યો હતો. જયા કીરીટે તેમનાં પત્નીને જણાવ્યુ હતુ કે મામાનો દીકરો અજય સ્કુટર પર બેસાડી બહાર લઇ ગયા બાદ પૈસાની ઉઘરાણી કરી અને એક બે ફડાકા ઝીકી દીધા હતા. તેમણે અવાર નવાર પૈસાની ઉઘરાણી કરતા આ પગલુ ભરી લીધુ હતુ. જેથી પુજાબેને આજીડેમ પોલીસ મથકમા આરોપી અજય ગોહીલ વિરુધ્ધ ફરીયાદ નોંધાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *