માણાવદર તાલુકાના વેળવા ગામે રહેતા મહેશભાઈ રાણાભાઈ મરંઢ ના ઓએ માણાવદર ગામના માધવ ટ્રેડર્સ વાળા રજનીશભાઈ સામતભાઈ ડાંગર નાઓને ખોડ કપાસીયાનો સ્ટોક કરવા માટે હાથ ઉછીના રૂૂ.21,00,000/- પુરા તથા જાંબુડા ગામના રહીશ સુરેશભાઈ રાયમલભાઈ બરારીયાને આ રજનીશભાઈને કપાસીયાનો સ્ટોક કરવા માટે હાથ ઉછીના રૂૂ.5,00,000/- પુરા આપેલ હતા. અને તેઓને કાયદેસરની રકમ પરત માંગતા આરોપી રજનીશભાઈએ મહેશભાઈને રૂૂ.7,00,000/- પુરાના અલગ-અલગ ત્રણ ચેકો સુરેશભાઈ ને રૂૂ.500,000/- પુરાનો ચેકો આપેલ હતા.
જે ચેકો મહેશભાઈ તથા સુરેશભાઈ એ તેઓના બેંક ખાતામા જમા કરાવવા રજુ કરતા અપુરતા નાણા હોવાના કારણે ચેક રીટર્ન થયેલ. ત્યારબાદ મહેશભાઈ તથા સુરેશભાઈ એ તેમના વકિલ મારફતે નોટીસ મોકલાવવામા આવેલ. તે નોટીસ નો પણ આરોપી દવારા કોઈ પ્રતિઉતર આપેલ નહી. અને મહેશભાઈ તથા સુરેશભાઈ ની કાયદેસર ની લેણી રકમ આરોપી રજનીશભાઈ એ ચુકવેલ નહી. જેથી મહેશભાઈ તથા સુરેશભાઈએ માણાવદર કોર્ટમાં ચેક રીટર્નનો કેસ કરેલો હતો.
જે કામે ફરીયાદી એ રજુ કરેલ તમામ દસ્તાવેજી પુરાવાઓ, ચેકો, રીટર્ન મેમો, વિગેરે તથા ફરીયાદ પક્ષે થયેલ જુબાનીઓ તથા ફરીયાદપક્ષ ના વિદવાન વકિલ મયુર આર. શીંગાળા ની ધારદાર અને કાનુની પ્રશ્નોની દલીલોને ધ્યાને લઈ તથા વેપારી શીરસ્તામા લોકોને વિશ્વાસ બેસે તેવા અવલોકન સાથે માણાવદર નામદારકોર્ટ એ મહેશભાઈ ને આપવામા આપેલ ત્રણ ચેકોની કુલ રકમ રૂૂ.21,00,000/- ના ચેકોમાં આરોપી રજનીશભાઈ ને બે વર્ષ ની સાદી કેદ તથા કુલ રૂૂ.28,00,000/- પુરા વળતર પેટે ચુકવવા હુકમ કરેલા તેમજ ફરીયાદી સુરેશભાઈ ને રજનીશભાઈ એ આપેલ રૂૂ.5,00,000/- પુરા ના ચેક ના ડબલ રૂૂ.10,00,000/- પુરા વળતર પેટે ચુકવવા તેમજ બે વર્ષની કેદની સજાનો હુકમ માણાવદરના જયુડી.ફ.ક.સાહેબ એ હુકમ ફરમાવેલ છે. સદરહુ ચુકાદાઓથી સમગ્ર વિસ્તારમાં ચકચાર જાગેલ છે. અત્રે નોંધનીય છે કે આ કામે ફરીયાદી સુરેશભાઈ તથા મહેશભાઈના વકીલ તરીકે મયુર આર. શીંગાળા રોકાયેલ હતા.
