ગુજરાત હાઇકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધિશ તરીકે માનસ રંજન પાઠકની કરાઈ નિમણૂક

ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સુનિતા અગ્રવાલની ભારતની સર્વોચ્ચ અદાલત (સુપ્રીમ કોર્ટ) ના જજ તરીકે નિમણૂક કરવામાં આવી છે. કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રાલય દ્વારા બહાર…

ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સુનિતા અગ્રવાલની ભારતની સર્વોચ્ચ અદાલત (સુપ્રીમ કોર્ટ) ના જજ તરીકે નિમણૂક કરવામાં આવી છે. કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા અને સંયુક્ત સચિવ જગન્નાથ શ્રીનિવાસન દ્વારા હસ્તાક્ષર કરાયેલા નોટિફિકેશનમાં જણાવાયું છે કે આ નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવી છે.

સુપ્રીમ કોર્ટ કોલેજિયમ દ્વારા 28 સપ્ટેમ્બરના રોજ ભલામણ કરવામાં આવેલા ત્રણ નામોમાં ન્યાયમૂર્તિ અગ્રવાલના નામનો પણ સમાવેશ થતો હતો. આ નવી નિમણૂકો સાથે જ સુપ્રીમ કોર્ટમાં જજોની કુલ સંખ્યા 37 પર પહોંચી ગઈ છે, જે મંજૂર કરાયેલી 38 ની સંખ્યા કરતાં માત્ર એક ઓછી છે. ન્યાયમૂર્તિ અગ્રવાલ સુપ્રીમ કોર્ટમાં સત્તાવાર રીતે તેમનો પદભાર સંભાળશે તે તારીખથી તેમની નવી જવાબદારીઓ શરૂૂ થશે.

આ નોટિફિકેશનની નકલો સુપ્રીમ કોર્ટના સેક્રેટરી જનરલ, ગુજરાત હાઇકોર્ટના રજિસ્ટ્રાર જનરલ અને રાષ્ટ્રપતિ તથા વડાપ્રધાન કાર્યાલય હેઠળના વરિષ્ઠ સચિવો સહિત તમામ મુખ્ય વહીવટી અને ન્યાયિક સત્તાવાળાઓને મોકલી આપવામાં આવી છે.હાઇકોર્ટના બીજા ક્રમના સૌથી વરિષ્ઠ જજ ન્યાયમૂર્તિ માનસ રંજન પાઠક હવે ગુજરાત હાઇકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ (Acting Chief Justice) નો પદભાર સંભાળશે. તેમની અધિકૃત નિમણૂક અંગેના નોટિફિકેશનની હાલ રાહ જોવાઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *