મોરબીમાં આંગડિયા પેઢીનો મેનેજર રૂા.1.08 કરોડ લઇ થયો રફૂચક્કર

મોરબીમાં આવેલ આંગડીયા પેઢીના વર્ષો જુના વિશ્વાસુ કર્મચારીએ રૂૂ 1.08 કરોડની ઉચાપત કર્યાની પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે સપ્ટેમ્બર માસમાં 1.08 કરોડની રકમ ઓફિસમાં જાણ…

મોરબીમાં આવેલ આંગડીયા પેઢીના વર્ષો જુના વિશ્વાસુ કર્મચારીએ રૂૂ 1.08 કરોડની ઉચાપત કર્યાની પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે સપ્ટેમ્બર માસમાં 1.08 કરોડની રકમ ઓફિસમાં જાણ કર્યા વગર લઈને જતા રહ્યા બાદ દોઢ મહીને સંપર્ક થયો હતો અને સમાધાનના બહાને સમય પસાર કરી હિસાબ આપ્યો ના હતો જેથી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

અમદાવાદ રહેતા પ્રદીપભાઈ અરવિંદભાઈ પટેલે આરોપી રોહિત સુરેશભાઈ પટેલ રહે વીસનગર મહેસાણા ચોકડી ધરોઈ કોલોની રાજ ક્વીન બંગલો વીસનગર જી મહેસાણા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીની ભાગીદારી પેઢીમાં ચાલીસ વર્ષથી પટેલ બાબુલાલ કાન્તિલાલ એન્ડ કુ. આંગડીયા ગુજરાતમાં અલગ અલગ શહેરમાં બ્રાંચ ચલાવે છે મોરબી ધરતી ટાવર બાલાજી ચેમ્બર સામે પટેલ બાબુલાલ કાન્તિલાલ આંગડીયા નામની ઓફીસ છે જ્યાં પંદરેક વર્ષથી મેનેજર રોહિત સુરેશ પટેલ કામ કરતો હતો જે આંગડીયાને હિસાબ કિતાબ સંભાળતો હતો અને તેની સાથે સહ કર્મચારી લાલાભાઈ ઠાકોર હતા ગત તા. 28-07 ના રોજ રોહિત પટેલે આંગડીયાની આવક જાવકની કુલ રૂૂ 1.08 કરોડ જેટલો હિસાબ આપ્યા વગર તેની સાથેના સહ કર્મચારી લાલાભાઈ ઠાકોર અને પેઢીના કોઈ વ્યક્તિને કહ્યા વગર સાંજે પાંચ વાગ્યે જતા રહ્યા હતા.લાલાભાઈએ જાણ કરતા તેને ફોન કર્યો હતો અને ફોન બંધ આવતો હતો અને પરિવારના કોઈ સભ્યો કંઈપણ જવાબ આપતા ના હતા.

દોઢેક મહિના બાદ રોહિત પટેલનો સંપર્ક થયો હતો જેથી તેને હિસાબ બાબતે પૂછતાં કોઈ હિસાબ આપ્યો નથી અને હિસાબ આપી દેવાના બહાને સમાધાન કરી લેશું કહીને સમય પસાર કરતો હતો અને હિસાબ આપતો ના હતો જેથી રોહિત સુરેશ પટેલે છેતરપીડી વિશ્વાસઘાત કરી મોરબી આંગડીયા પેઢી ઓફીસના હિસાબમાં ગોટાળો કરી રૂૂ 1.08 કરોડ ની ઉચાપત કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવી છે.

જેટકોમાંથી કોપરની ચોરી
મોરબીના ઉંચી માંડલ ગામે રહેતા અને એસન્ટ ઈલેક્ટ્રીફીકેશન એન્જીનીયર્સ કંપનીમાં એરિયા સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતા નીરવભાઈ ભાણજીભાઈ કામળીયાએ અજાણ્યા ચોર ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. 05-10 ના રાત્રીના બે વાગ્યાથી સવારના આઠ વાગ્યા પહેલા અજાણ્યા ચોર ઇસમેં રફાળેશ્વર નજીક આવેલ જેટકો સબ સ્ટેશન કેમ્પસમાં રાત્રીના દીવાલ ટપીને પ્રવેશ કરી કેમ્પસમાં ખુલ્લામાં પડેલ 1500 કિલો વજનના એલ્યુમીનીયમ પાવરના કેબલ ચીરી કાપી નુકશાની કરી હતી અને તેમાંથી અંદાજે રૂૂ 78,646 ની કિમતના કોપર વાયર કાઢી ચોરી કરી ગયો હતો મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *