રાજકોટ શહેરનાં પ્રનગર વિસ્તારમાથી માદક પદાર્થ પકડાયો હતો . આ ગુનામા છેલ્લા બે મહીનાથી એક આરોપી નાસ્તો ફરતો હોય પ્રનગર પોલીસ મથકનાં સ્ટાફે બાતમીનાં આધારે બીહાર પહોંચી આરોપીને ઝડપી કાર્યવાહી કરી હતી.
પ્રનગર પોલીસ મથકનાં પીઆઇ વી આર વસાવાની રાહબરીમા પીએસઆઇ જે. બી. રાણીંગા, એએસઆઇ રવીભાઇ વાઘેલા, જયંતીભાઇ વાવડીયા અને અલ્પેશભાઇ વઘેરા સહીતનાં સ્ટાફે પ્રનગર પોલીસ મથક વિસ્તારનાં માદક પદાર્થનાં ગુનામા છેલ્લા બે મહીનાથી નાસ્તા ફરતા બીહાર રાજયનાં પ્રમોદ અવધેશ પાસવાનને બાતમીનાં આધારે બીહાર પહોંચી ઝડપી લીધો હતો. હાલ આરોપીની માદક પદાર્થનાં ગુનામા પુછપરછ કરવામા આવી રહી હોવાનુ પોલીસ સુત્રોમાથી જાણવા મળી રહયુ છે.
