વેરાવળમાં પરિણીતાની છેડતી કરનાર શખસ અંતે ઝડપાયો

વેરાવળ માં મહિલાઓને હેરાન પરેસાન તથા છેડતી કરનાર ઇસમને ગણતરીની કલાકમાં પકડી કાયદેસરની કાર્યવાહી કરતી વેરાવળ સીટી પોલીસે હાથ ધરી છે. જુનાગઢ રેન્જ પોલીસ મહાનિરીક્ષક…

વેરાવળ માં મહિલાઓને હેરાન પરેસાન તથા છેડતી કરનાર ઇસમને ગણતરીની કલાકમાં પકડી કાયદેસરની કાર્યવાહી કરતી વેરાવળ સીટી પોલીસે હાથ ધરી છે.
જુનાગઢ રેન્જ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા, ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક જયદિપસિંહ જાડેજા દ્રારા મહીલાઓ વિરૂૂધ્ધ થતા જાતીય સતામણીના કેસો મા તાત્કાલીક આરોપી વિરૂૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા વખતો વખત સુચના મળેલ હોય તે અન્વયે ઈં/ઈ પોલીસ અધિક્ષક એમ.એફ.ચૌધરી, નાયબ પોલીસ અધિક્ષક વી.આર.ખેંગાર, ઈં/ઈ નાયબ પોલીસ અધિક્ષક બી.એસ.વ્યાસ ના માર્ગદર્શન હેઠળ વેરાવળ સીટી પોલીસ દ્રારા અમલવારી કરવામાં આવી રહેલ છે.

વેરાવળ સીટી પોલીમ માં ભારતીય ન્યાય સંહિતા-2023 ની કલમ- 75(2), 352 મુજબ ગુન્હો રજીસ્ટર થયેલ હોય આ કામે આરોપીએ ભોગ બનનાર બહેને અગાઉ પોતાના ઘરે તેમના વિરૂૂધ્ધ ફરીયાદ કરવા કેમ આવેલ તેની અદાવત રાખી પોતાના ઘરેથી ડાંડીયા ક્લાસીસમાં જતા હતા ત્યારે છેડતી કરી ભુંડી ગાળો આપેલ હોય જેથી ગુન્હાની ગંભીરતા સમજી પોલીસ ઇન્સ વેરાવળ સીટી એચ.આર.ગોસ્વામી દ્રારા અલગ-અલગ ટીમો બનાવી વેરાવળ સીટી પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ એ.એસ.આઇ વજુભાઇ ઉગાભાઇ, પો.હેડ કોન્સ. સુનિલભાઇ માંડણભાઇ, પો.હેડ કોન્સ. અનિરૂૂધ્ધસિંહ જયવંતસિંહ, રામભરોસા ચોકીના એ.એસ.આઇ દેવીબેન નોધણભાઇ દ્રારા રાજેશભાઇ ઉર્ફે રાજીયો પરશોતમભાઇ પીદવાણી રહે.વેરાવળ ને ગણતરીની કલાકોમાં પકડી ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *