ખંભાળિયાના વચલાબારા ગામનો શખ્સ વિદેશી દારૂ સાથે ઝડપાયો

હાર્ટ એટેકના કારણે રાજકોટના આધેડનું મૃત્યુ ખંભાળિયા તાલુકાના વચલા બારા ગામના મૂળ વતની અને હાલ લાલપુર તાલુકાના જોગવડ ગામે રહેતા મહિપતસિંહ ઉર્ફે ધમભા અનોપસિંહ જેઠવા…

હાર્ટ એટેકના કારણે રાજકોટના આધેડનું મૃત્યુ

ખંભાળિયા તાલુકાના વચલા બારા ગામના મૂળ વતની અને હાલ લાલપુર તાલુકાના જોગવડ ગામે રહેતા મહિપતસિંહ ઉર્ફે ધમભા અનોપસિંહ જેઠવા નામના 30 વર્ષના ગરાસીયા શખ્સને પોલીસે રૂૂપિયા 3,340 ની કિંમતને વિદેશી દારૂૂની નાની-મોટી કુલ 11 બોટલ તથા સ્કૂટર અને મોબાઈલ ફોન મળી, કુલ રૂૂપિયા 50,340 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.

દારૂૂનો આ જથ્થો તેણે જામનગરના ધરાનગર વિસ્તારમાં રહેતા કિરીટસિંહ બહાદુરસિંહ ચુડાસમા પાસેથી મેળવ્યો હોવાનું ખુલવા પામ્યું છે. જે અંગે સલાયા મરીન પોલીસે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.

હાર્ટ એટેક
રાજકોટના ન્યુ મહાવીર નગર વિસ્તારમાં રહેતા શૈલેષભાઈ પોપટભાઈ ધોકિયા નામના 52 વર્ષના આધેડને ગત રવિવારે કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામે એકાએક છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ તેમને સ્થાનિક સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ત્યાં ફરજ પરના તબીબોએ તેમનું હાર્ટ એટેકના કારણે મૃત્યુ નિપજ્યાનું જાહેર કર્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના નાનાભાઈ હસમુખભાઈ પોપટભાઈ ધોકિયાએ કલ્યાણપુર પોલીસને કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *