ભાવનગરમાંથી કફ સીરપના જથ્થા સાથે શખ્સ ઝડપાયો

ભાવનગર શહેરના નવાપરા વિસ્તારમાં કફ સીરપની બોટલોનું ગેરકાયદેસર વેચાણ કરતા એક શખ્સને નીલમબાગ પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યો છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ,…

ભાવનગર શહેરના નવાપરા વિસ્તારમાં કફ સીરપની બોટલોનું ગેરકાયદેસર વેચાણ કરતા એક શખ્સને નીલમબાગ પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યો છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, નીલમબાગ પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે નવાપરા વિસ્તારમાં રહેતો એક ઈસમ કફ સીરપની બોટલોનો ગેરકાયદેસર વેપાર કરી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે નવાપરા વિસ્તારમાં આવેલા તબેલા કેમ્પ, રસીદીબેનના મકાનમાં દરોડો પાડ્યો હતો. મકાનમાં તલાશી લેતા ત્યાં હાજર હનીફ સત્તારભાઈ શાહ નામના શખ્સની પૂછપરછ કરવામાં આવી હતી.

પોલીસે ઘરની સઘન તલાશી લેતા તેમાંથી ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલી કફ સીરપની 30 નંગ બોટલો મળી આવી હતી, જેની અંદાજિત કિંમત રૂૂપિયા 9,752 થાય છે. નીલમબાગ પોલીસે આ રૂૂ. 9,752ની કિંમતના કફ સીરપના જથ્થા સાથે આરોપી હનીફ સત્તારભાઈ શાહની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, શહેરમાં છેલ્લા ઘણા સમયથી કફ સીરપનું ગેરકાયદેસર વેચાણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે. હજી થોડા સમય પહેલા જ બોરતળાવ પોલીસે પણ મોટી માત્રામાં કફ સીરપનો જથ્થો પકડી પાડ્યો હતો, ત્યાં ફરી એકવાર નીલમબાગ પોલીસે રેડ કરીને નશાકારક કફ સીરપનો જથ્થો ઝડપી પાડતા આવા ગેરકાયદેસર તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *