ખીમરાણામાં પોલીસે પીછો કરેલી ગાડીમાંથી પકડેલા દારૂની લૂંટનો પ્રયાસ કરનાર જેલ હવાલે

જામનગર તાલુકાના ખીમરાણા ગામ પાસે પોલીસે ઇંગ્લીશ દારૂ ભરેલી ઈનોવા કારનો પીછો કરીને રોકી કાર્યવાહી હાથ ધરી હતી. દરમિયાન સ્થાનિક રહેવાસી દેવરાજભાઈ દિનેશભાઈ ગોહીલે કારમાંથી…

જામનગર તાલુકાના ખીમરાણા ગામ પાસે પોલીસે ઇંગ્લીશ દારૂ ભરેલી ઈનોવા કારનો પીછો કરીને રોકી કાર્યવાહી હાથ ધરી હતી. દરમિયાન સ્થાનિક રહેવાસી દેવરાજભાઈ દિનેશભાઈ ગોહીલે કારમાંથી દારૂની બોટલો લૂંટવાનો પ્રયાસ કર્યો હતો, જેને પોલીસે રોકતા દેવરાજભાઈએ પોલીસ સાથે ઝપાઝપી કરી એએસઆઈ નિર્મળસિંહ જાડેજાને છાતીના ભાગે કોણી મારી ઇજા પહોંચાડી હતી. ત્યારબાદ તેઓએ અન્ય લોકોને મોબાઈલમાં વીડિયો ઉતારવા કહ્યું હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે.

આ બનાવ અંગે પંચકોશી એ. ડિવિઝન પોલીસ મથકમાં દેવરાજભાઈ દિનેશભાઈ ગોહીલ (રહે. ખીમરાણા) સામે સરકારી કામગીરીમાં અડચણ, હુમલો અને લૂંટના પ્રયાસ સહિતના ગુનાઓ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી.

આરોપી દેવરાજ ગોહિલે પરમડીને રાત્રે ખીમરાણા ગામમાં ઇંગલિશ દારૂ સાથેની કાર ના અકસ્માત સમયે એક વીડિયો વાયરલ કર્યો હતો. ત્યારબાદ પોલીસ ટુકડી આવી જતાં પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. પોલીસ દ્વારા આરોપી સામે ગુન્હો નોંધી તેની અટકાયત કરવામાં આવી હતી, ત્યાર બાદ તેણે ફરીથી નવો વીડિયો બનાવી ને પોતાની ભૂલ સ્વીકારી હતી. અને ભવિષ્યમાં આવી ભૂલ નહીં કરે, અને અન્ય કોઈ વ્યક્તિ પણ આવી ભૂલ ના કરે તેવી વાત કહે તો બીજો વિડીયો બનાવ્યો હતો.

દરમિયાન આરોપી દેવરાજ ગોહિલ ને આજે પોલીસ દ્વારા જામનગરની અદાલત સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં અદાલતે તેને જેલમાં મોકલી દેવા હુકમ કર્યો છે. પોલીસ પાર્ટી અદાલતમાંથી તેને જેલ તરફ લઈ જઈ રહી હતી, ત્યારે તેણે ફરીથી સુત્રોચાર શરૂ કર્યા હતા, અને પોતે જીતેંગે, લડેંગે તેવા શબ્દો ના ઉચ્ચારણ કર્યા હતા. અને આખરે પોલીસ તેને જેલ તરફ લઈ ગઈ હતી.

જામનગરમાં વિશાલ પાર્ક વિસ્તારમાં દારૂ સાથે એક શખ્સ ઝડપાયો

જામનગર શહેરના સીટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસે એક રહેણાંક મકાન પર પાડેલા દરોડા દરમિયાન પરમીટ વગર ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂની બોટલો સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો. સર્વેલન્સ સ્કોડના સ્ટાફને મળેલી બાતમીના આધારે તીરુપતિ પાર્કના ઢાળિયા પાસે આવેલા વિશાલ પાર્ક વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો. દરમિયાન આરોપી સોહીલ દિનેશભાઈ સંજોટ (ઉ.વ.28), રહે. વિશાલ પાર્ક, જામનગરના રહેણાંક મકાનમાંથી ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂની કુલ 7 બોટલો મળી આવી હતી.

પોલીસે રૂપિયા 3,500ના મુદ્દામાલ સાથે આરોપીની અટકાયત કરી હતી. આ અંગે સીટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ કલમ 65(એ)(એ), 116(બી) મુજબ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *