ચીફ જસ્ટિસ સામે પંદર મિનિટ સુધી જોરદાર રજુઆત કરી, ચુંટણીપંચને છ-છ વખત લખ્યા છતા જવાબ આપતુ નથી: ‘વોટસએપ’ આયોગ બની ગયા હોવાનો આરોપ
પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલી ’SIR’ (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ/રોલ) પ્રક્રિયા વિરુદ્ધ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સુપ્રીમ કોર્ટમાં મોરચો ખોલ્યો છે. આજે સુપ્રીમ કોર્ટમાં થયેલી આક્રમક સુનાવણી દરમિયાન મમતા બેનર્જી પોતે કોર્ટરૂૂમમાં હાજર રહ્યા હતા અને તેમણે ચૂંટણી પંચની કાર્યપદ્ધતિ પર ગંભીર સવાલો ઉઠાવ્યા હતા અને વાઘણની જેમ ભારે જુસ્સા સાથે રજુઆર કરી હતી.
સુનાવણી દરમિયાન પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીએ પોતે બોલવાની પરવાનગી માંગી હતી અને કોર્ટને જણાવ્યું હતું કે તેઓ કોઈ મહત્વની વ્યક્તિ નથી પરંતુ એક ’બંધુઆ મજૂર’ તરીકે સામાન્ય લોકો માટે લડી રહ્યા છે. તેમણે ચૂંટણી પંચ પર આકરા પ્રહાર કરતા તેને ’વોટ્સએપ આયોગ’ તરીકે સંબોધ્યું હતું અને આક્ષેપ કર્યો હતો કે લોકોના નામ વોટર લિસ્ટમાંથી જાણીજોઈને હટાવવામાં આવી રહ્યા છે. મમતાએ દલીલ કરી હતી કે જે કામ બે વર્ષમાં થવું જોઈએ તેને માત્ર ચાર મહિનામાં પૂર્ણ કરવા માટે કેમ ઉતાવળ કરવામાં આવી રહી છે.
સુનાવણીમાં ’મિસમેચ’ (વિસંગતતા) ના મુદ્દે જોરદાર ચર્ચા થઈ હતી. મમતા બેનર્જીએ દલીલ કરી કે નામમાં નાની ભૂલ અથવા લગ્ન બાદ દીકરીની અટક બદલાય તો તેને પણ વિસંગતતા ગણીને નામ હટાવવામાં આવે છે. ચીફ જસ્ટિસ (CJI) એ પણ સ્પેલિંગમાં થતા તફાવત (જેમ કે Datta અને Datta ) અંગે સવાલો કર્યા હતા. મમતાએ કહ્યું કે ’Mismatch’ ને જાણીજોઈને ’Mismap’ કરવામાં આવી રહ્યું છે અને 3.6 કરોડ લોકોને ગેરકાયદેસર રીતે નોટિસ જારી કરવામાં આવી છે.
સુપ્રીમ કોર્ટે મમતા બેનર્જીની અરજી પર ભારતીય ચૂંટણી પંચને નોટિસ પાઠવી છે અને સોમવાર સુધીમાં જવાબ રજૂ કરવા આદેશ આપ્યો છે. CJI એ બંગાળ સરકારને એવા અધિકારીઓની યાદી આપવા પણ કહ્યું છે જેમને પ્રતિનિયુક્તિ પર મોકલી શકાયા. જેથી માઇક્રો ઓબ્ઝર્વર્સની જરૂૂર ન પડે. મમતા બેનર્જીએ માંગ કરી છે કે 2022ની વોટર લિસ્ટમાંથી કોઈપણ વોટરનું નામ હટાવવામાં ન આવે અને કોઈનો મતાધિકાર છીનવાય નહીં તે સુનિશ્ચિત કરવામાં આવે.
આ વર્ષે તૈયાર કરેલી મતદારયાદીને આધારે મતદાન કરાવવા મમતાની માંગ
’લોજિકલ ડિસક્રિપન્સી’ શ્રેણી હેઠળ વ્યક્તિઓના વર્ગીકરણમાં ગંભીર ગેરરીતિઓનો આરોપ લગાવ્યો છે, અને દાવો કર્યો છે કે કોર્ટના નિર્દેશો છતાં આવા વ્યક્તિઓની યાદી ઓનલાઈન અપલોડ કરવામાં આવી નથી. મમતા બેનર્જીએ દલીલ કરી છે કે સત્તાવાર પોર્ટલ પર એલડી યાદી પ્રકાશિત કરવામાં નિષ્ફળતાએ અસરગ્રસ્ત વ્યક્તિઓને પારદર્શિતા અને પ્રતિભાવ આપવાની અસરકારક તકથી વંચિત રાખ્યા છે. એસઆઈઆર પ્રક્રિયા પ્રત્યે અવિશ્વાસ વ્યક્ત કરતા, બેનર્જીએ ગયા વર્ષે તૈયાર કરાયેલા હાલના યાદીઓના આધારે મતદાન હાથ ધરવા માટે નિર્દેશ માંગ્યો છે.
