હિમાચલ પ્રદેશના સિરમૌર જિલ્લામાં એક મોટો બસ અકસ્માત સર્જાયો હતો. હરિપુરધારમાં એક ખાનગી બસ ઊંડી ખીણમાં કબકી હતી.આ અકસ્માતમાં 12 મુસાફરોના ઘટનાસ્થળે જ મોત થયા, જ્યારે ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ બસ કુપવીથી શિમલા જતી હતી. બસમાં અંદાજે 30થી 35 મુસાફરો સવાર હતા, જેના કારણે મૃત્યુઆંક હજુ વધવાની આશંકા સેવાઈ રહી છે. પોલીસ અને સ્થાનિક રહેવાસીઓની મદદથી હાલમાં બચાવ કામગીરી ચાલી રહી છે. અંદર ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે.
આ દુ:ખદ અકસ્માત આજે બપોરે થયો હતો. હરિપુરધારમાં એક ખાનગી બસે નિયંત્રણ ગુમાવતા ઊંડી ખાઈમાં ખાબકી છે.અત્યાર સુધીમાં 12 લોકોના મોત થયા હોવાની પુષ્ટિ થઈ છે, જ્યારે અનેક મુસાફરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. મૃત્યુઆંક વધવાની આશંકા છે.
https://x.com/sdineshaa/status/2009579295627440326?s=20
રસ્તા પર ભારે ધુમ્મસને કારણે બસે નિયંત્રણ ગુમાવ્યું હતું. અકસ્માત બાદ સ્થાનિક રહેવાસીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી. પોલીસને પણ અકસ્માતની જાણ કરવામાં આવી હતી. પોલીસ ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી અને સ્થાનિક રહેવાસીઓના સહયોગથી બચાવ કામગીરી વધુ તીવ્ર બનાવી હતી.
હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુક્ખૂએ આ દુર્ઘટના પર ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી છે. તેમણે જિલ્લા વહીવટીતંત્રને મૃતકોના પરિવારજનોને તમામ શક્ય સહાય પૂરી પાડવા અને ઈજાગ્રસ્તોને શ્રેષ્ઠ તબીબી સારવાર મળે તે સુનિશ્ચિત કરવા આદેશ આપ્યો છે. ઉદ્યોગ મંત્રી હર્ષવર્ધન ચૌહાણ અને કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ વિનય કુમારે પણ ઘટના અંગે અત્યંત દુઃખ વ્યક્ત કર્યું છે.
