સાબર ડેરીમાં મોટી દુર્ઘટના: બોઇલર સાફ કરતી વખતે ગૂંગળામણથી એકનું મોત, બે કામદારોની હાલત ગંભીર

  સાબરકાંઠાની સૌથી મોટી ગણાતી સાબર ડેરીમાં મોટી દુર્ઘટના બની છે. બોઇલરની સફાઇ કરતી વખતે ગૂંગળામણના કારણે એક કામદારનું મોત થયું છે. જ્યારે અન્ય બે…

 

સાબરકાંઠાની સૌથી મોટી ગણાતી સાબર ડેરીમાં મોટી દુર્ઘટના બની છે. બોઇલરની સફાઇ કરતી વખતે ગૂંગળામણના કારણે એક કામદારનું મોત થયું છે. જ્યારે અન્ય બે કામદારોની હાલત ગંભીર છે. આ ઘટનાની જાણ થતાં જ 108ની ટીમ સહિત પોલીસની ટીમ ઘટનાસ્થળે જ પહોંચી હતી. શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાથી બે કામદારોને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર સાબર ડેરીમાં બોઇલરની સફાઇ કામગીરી દરમિયાન મોટો અકસ્માત સર્જાયો હતો. બોઇલર સાફ કરતી વખતે અચાનક ગેસ લીકેજ થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ બોઇલરની સફાઇ કરી રહેલા 25 વર્ષે યુવકનું ગૂંગળામણથી મૃત્યુ થયું છે. જ્યારે અન્ય બે કામદારોની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનામાં મોતને ભેટેલા યુવકના પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

આ ઘટનામાં અન્ય ચાર વ્યક્તિ પણ ઇજાગ્રસ્ત થઈ છે. હાલમાં મળી રહેલી માહિતી અનુસાર, સાબર ડેરીના અધિકારીઓ સહિતનો સ્ટાફ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી ગયો છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *