હિન્દુ ઉત્સવ સમિતિ અને મહાદેવ મિત્ર મંડળ ટ્રસ્ટના નેજા હેઠળ 19 આકર્ષક ફ્લોટ્સ સાથે રાજમાર્ગો પર પ્રસ્થાનથી હર હર મહાદેવના નારાથી આકાશ ગુંજી ઉઠ્યુ
’છોટી કાશી’ ના ઉપનામ થી પ્રચલિત જામનગર શહેરમાં હિન્દુ ઉત્સવ સમિતિ અને મહાદેવ હર મિત્ર મંડળ ચેરી. ટ્રસ્ટ ના નેજા હેઠળ ગઈકાલે રવિવારે મહાશિવરાત્રિના પાવનકારી પર્વ નિમિતે પરંપરાગત રીતે પિસ્તાલીસમી ભવ્ય શિવ શોભાયાત્રા યોજાઇ હતી. જે શહેરના મુખ્ય માર્ગો પર પસાર થઇ હતી. બપોરે 4.30 વાગ્યે પુરાણ પ્રસિધ્ધ સિધ્ધનાથ મહાદેવના મંદિરેથી પ્રારંભ થઇ કે. વી. રોડ, બેડી ગેઇટ, રણજીત રોડ, દિપક ટોકીઝ, મુખ્ય પોસ્ટ ઓફીસ, દરબાર ગઢ, બર્ધન ચોક, સેન્ટ્રલ બેંક રોડ, સેતાવાડ, હવાઇ ચોક, સત્યનારાયણ મંદિર રોડ, પંચેશ્વર ટાવર, નિલકંઠ ચોક થઇ ભીડભંજન મહાદેવના મંદિરે રાત્રે 02:30 વાગ્યા બાદ પૂર્ણ થઇ હતી. શોભાયાત્રામાં વિવિધ જ્ઞાતિના મંડળો, સ્વૈચ્છીક સંસ્થા, સંગઠનોના હોદે્દારો દ્વારા 19 થી પણ વધુ સુંદર આકર્ષક ફલોટ્સ તૈયાર કરાયા હતા, અને હર હર મહાદેવના નારા સાથે આકાશ ગુંજી ઉઠતાં શિવમય વાતાવરણ બન્યું હતું. અંતમાં મુકાયેલી ભગવાન શિવજીની રજત મઢિત પાલખીના ’છોટી કાશી”ના અનેક શિવભકતોએ દર્શનનો લાભ લીધો હતો.
પુરાણ પ્રસિદ્ધ શ્રી સિધ્ધનાથ મહાદેવના મંદિરેથી બપોરે સાડા ચાર વાગ્યે શિવ શોભા યાત્રા પ્રારંભ થઇ હતી. આ સમયે જામનગર 79- દક્ષિણ વિધાનસભા વિસ્તાર ના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, શહેર ભાજપ અધ્યક્ષ બીનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડીંગ ચેરમેન નિલેષભાઇ કગથરા, પૂર્વ રાજ્યમંત્રી ધર્મેન્દ્ર સિંહ જાડેજા (હકુભા), પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમ, શાસક જૂથના નેતા આશિષભાઈ જોશી, હિન્દુ ઉત્સવ સમિતિના કાર્યકારી અધ્યક્ષ શ્રી ધીરૂૂભાઇ કનખરા, શહેર ભાજપના મહામંત્રી મૃગેશભાઈ દવે, ભાવેશભાઈ ઠુમમર, જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા દિગુભા વિરોધ પક્ષના નેતા ધવલભાઇ નંદા ઉપરાંત જામનગર શહેર ભાજપના અન્ય ઉપરાંત કોંગ્રેસ પાર્ટીના અન્ય ગ્રહો આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ રાજેન્દ્રસિંહ સોઢા. વગેરે એ ભગવાન શિવજીની રજત મઢિત પાલખીનું પુજન અર્ચન કરીને શિવ શોભાયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો.
ઉપરોકત શિવ શોભાયાત્રા નાગેશ્વર મંદિર થઇ નાગનાથ ગેઇટ, કે.વી. રોડ, બેડી ગેઇટ, રણજીત રોડ, દિપક ટોકીઝ, મુખ્ય પોસ્ટ ઓફીસ, દરબાર ગઢ, બર્ધન ચોક, સેન્ટ્રલ બેંક રોડ, સેતાવાડ, હવાઇ ચોક, સત્યનારાયણ મંદિર રોડ, પંચેશ્વર ટાવર, નિલકંઠ ચોક થઇ ભીડભંજન મહાદેવના મંદિરે રાત્રે 02:30 વાગ્યા બાદ પૂર્ણ થઇ હતી. જયાં મહા આરતી સાથે પૂજન અર્ચન કરાયું હતું. નગરમાં યોજાતી પિસ્તાલીસમી શિવ શોભાયાત્રામાં ગઇકાલે અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ઉપરાંત રોશનીથી ઝળહળીત અને સુવર્ણ અલંકારોથી સુશોભિત રજત મઢિત પાલખી નિહાળવા અને ભગવાન શિવજીના આસુતોષ સ્વરૂૂપના દર્શન કરવા માટે ભાવિકોએ ઠેર ઠેર ભીડ જમાવી હતી, અને મોડે સુધી દર્શન માટે રાહ જોઇને બેઠેલા ભકતજનોએ શિવજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
શોભાયાત્રાના માર્ગ પર ઠેર ઠેર ભગવાન શિવજીની પાલખીનું પુજન કરાયું હતું. શહેર ભાજપના અન્ય તમામ અગ્રણી હોદ્દેદારોઓે ઉપસ્થિત રહ્યા હતા અને શિવશોભાયાત્રાનું ઉમળકાભેર સ્વાગત કરી ભગવાન શિવજીની પાલખીનું પૂજન અર્ચન કરી ધન્યતા અનુભવી હતી. સમગ્ર શોભાયાત્રા દરમિયાન મહાદેવહર મિત્ર મંડળ દ્વારા સતત શિવ ભજનાવલિ-ધૂન રજૂ કરાઇ હતી. બેંડ વાજાં, ઢોલ, શરણાઇની સુરાવલી સાથે શ્રધ્ધાળુ ભાઇ-બહેનો વગેરે જોડાયા હતા. કેટલાક યુવક મંડળો દ્વારા તલવારબાજી, લાઠીદાવ, લેઝીમ, પીરામીડ તેમજ અંગ કસરતના કરતબોના કારણે શોભાયાત્રા ભવ્ય બની હતી. ઉપરાંત ડી. જે. સાથેના પણ કેટલાક ફલોટ્સ જોડાયા હતા. અને શોભાયાત્રાના રૂૂટ પર નગર ભ્રમણ કર્યું હતું.
ફ્લોટ્સ આકર્ષણનું કેન્દ્ર બન્યા
શોભાયાત્રામાં મહાદેવહર મિત્ર મંડળ ચેરી. ટ્રસ્ટ દ્વારા તૈયાર કરાયેલી ભગવાન શિવજીની સુવર્ણ અલંકારો સજીત ચાંદીની પાલખી સહિત ત્રણ ફલોટ તદ્ ઉપરાંત શિવસેના (એક ફલોટ), સતવારા સમાજ (3 ફલોટ), ભગવા રક્ષક યુવા સંગઠન (2 ફલોટ), હિન્દુ સેના (બે ફલોટ), બાળ હિન્દૂ સેના (1 ફ્લોટ) ભગવા યોદ્ઘા સંઘ (બે ફલોટ), શિવ નાગેશ્વર મિત્ર મંડળ (બે ફલોટ), ઓમ યુવક મંડળ (બે ફલોટ), સહિતના 11 મંડળો દ્વારા 18 જેટલા સુંદર અને આકર્ષક ફલોટ્સ તૈયાર કરવામાં આવ્યા હતા.
ભવ્ય ઈલેક્ટ્રોનિક આતશબાજી કરાઈ
પ્રતિ વર્ષ મુજબ આ વર્ષે પણ ગજ કેસરી યુવા ગ્રુપ દ્વારા સેતાવાડના ચોકમાં મોટા ટ્રસ્ટ ઊભા કરી દેવાયા હતા, અને તેમાં ઇલેક્ટ્રોનિક આતશબાજી ની મોટી શૃંખલા લગાવવામાં આવી હતી. દરમિયાન ભગવાન શિવજીની પાલખી ત્યાં આવી પહોંચી, ત્યારે ભવ્ય આતશબાજી કરાઈ હતી. રંગબેરંગે લાઇટિંગ સાથેનો આતશબાજી સાથેનું ભગવાન શિવજીનું સ્વાગત નિહાળીને અનેક શિવભક્તો દંગ રહી ગયા હતા. ઉપરાંત આ ગ્રુપ દ્વારા જ સેતાવાડ ના મુખ્ય રોડ પર ’હિન્દુ’ શબ્દ અંકિત કરેલો વિશાળ કદનો ભગવા ધ્વજ રોડની મધ્યમાં લગાડવામાં આવ્યો હતો. જે ભગવો ધ્વજ ફરકતા જઈને જામનગરના તમામ સનાતનીઓ ગજગજ ફુલાયા હતા.
