સોમનાથ મહાદેવ મંદિરે મહાશિવરાત્રી પર્વની થશે ભવ્ય ઉજવણી

દર્શનાર્થીઓ માટે સતત 42 કલાક મંદિર ખુલ્લુ રહેશે, પાલખીયાત્રા, ચાર પ્રહર પૂજા, મહામૃત્યુંજય જાપ, સોમેશ્ર્વર પૂજા, સંધ્યા શણગાર અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે દેશના 12 જ્યોતિર્લિંગમાં…

દર્શનાર્થીઓ માટે સતત 42 કલાક મંદિર ખુલ્લુ રહેશે, પાલખીયાત્રા, ચાર પ્રહર પૂજા, મહામૃત્યુંજય જાપ, સોમેશ્ર્વર પૂજા, સંધ્યા શણગાર અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે

દેશના 12 જ્યોતિર્લિંગમાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરે આગામી મહાશિવરાત્રી પર્વની તડામાર તૈયારીઓ અને આયોજનો કરાઈ રહ્યા છે, ઘડાઈ રહેલા આયોજન મુજબ મહાશિવરાત્રીએ એટલે કે 15 ફેબ્રુઆરીએ દર્શનાર્થીઓ માટે મંદિર સવારે 4-00 વાગ્યે ખુલશે. જે બીજે દિવસે એટલે કે તા.16 ફેબ્રુઆરીના રોજ રાત્રીના 10 વાગ્યે બંધ થશે. આમ મંદિર સતત 42 કલાક સુધી દર્શનાર્થીઓ માટે ખુલ્લુ રહેશે. સોમનાથ ટ્રસ્ટ મહાશિવરાત્રીએ પોતાના તરફથી પ્રથમ ધજાનું પૂજન કરી સોમનાથ દાદાના શિખરે ધજારોહણ કરશે.

મહાશિવરાત્રીના દિવસે સોમનાથ મંદિર પરિસરમાં ઢોલ-શરણાઈ, પવિત્ર વેદ મંત્રોચ્ચાર અને ધૂન-ભજન વાજતે-ગાજતે શિવ પાલખીયાત્રા કાઢવામાં આવશે. હોમાત્મક લઘુરૂૂદ્ર યજ્ઞ, બિલ્વપૂજા, પાધપૂજા, સોમેશ્વર પૂજા, મહામૃત્યુંજય જાપ પશ, સંધ્યા શણગાર, ચાર પ્રહર પૂજા, પાર્થેશ્વર પૂજા સહિતના વિવિધ કાર્યક્રમો પણ આયોજનમાં આવરી લેવાશે.સોમનાથ ટ્રસ્ટ તરફથી માત્ર રૂૂપિયા 25 માં બિલ્વપૂજા થઈ શકે અને ભાવિક પોષ્ટના માધ્યમથી મહાદેવની પ્રસાદી મેળવી શકે તે માટેની યોજના પણ જાહેર કરાયેલ છે. તેવી જ રીતે મહાશિવરાત્રીના પર્વે સોમનાથના સમુદ્ર તટે નિયત રકમમાં રજિસ્ટ્રેશન કરાવવાથી સોમનાથ સમુદ્ર તટે મારૂૂતિ બીચ ઉપર શાસ્ત્રોકત વિધિવિધાન સાથે પાર્થિવ શિવલિંગની સમુહ મહાપૂજા યોજાશે.

શિવરાત્રીને અનુલક્ષી સોમનાથ ખાતે પાંચ થી સાત વિશાળ ભોજન ભંડારા ખાતે ભાવિકોને નિ:શુલ્ક ભોજન-ફરાળ પ્રસાદી ઉપલબ્ધ કરાવશે. બહારગામથી પગપાળા કે બસોમાં સંઘ સમાજ કે ધાર્મિક ભકતજનો સોમનાથ શિવરાત્રીએ ખાસ સોમનાથ આવી પહોંચશે. સોમનાથ શિવરાત્રી ચાર પ્રહર પૂજા આરતી, જેમાં રાત્રે પ્રથમ પ્રહરમાં આરતી અને રાત્રે 9-30 જ્યોત પૂજન. બીજા પ્રહર પૂજા રાત્રે 11-00 મધ્યરાત્રીએ અને આરતી રાત્રે 12-30 કલાકે. ત્રીજા પ્રહર પૂજા રાત્રે 2-45 કલાકે અને આરતી રાત્રે 3-30. ચોથા પ્રહર પૂજા પ્રાત: 4-45 કલાકે અને આરતી પ્રાત: 5-30. આ રીતે જોઈએ તો 15 અને 16 ફેબ્રુઆરીના રોજ બે દિવસ પૂજા, આરતી અનુષ્ઠ ન સતત ચાલુ રહેશે. આ અંગેનો વિગતવાર સત્તાવાર કાર્યક્રમ આયોજનની તડામાર તૈયારીઓ થઈ રહી છે.

ગાયક કૈલાશ ખેર, જીગરદાન ગઢવી, રૂષભ આહિર સહિતના કલાકારો લોક સાહિત્ય પીરસશે

સોમનાથમાં મહાશિવરાત્રી નિમિતે બે દિવસ દિગ્ગજ કલાકારોનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. જેમાં તા.14 ફેબ્રુઆરી કૈલાસ ખેર, પાર્થ ઓઝા, ઉર્વશી રાદડિયા તથા 15 ફેબ્રુઆરીના રોજ જીગરદાન ગઢવી, રૂૂષભ આહિર, રાજુ જાદવ, યશ બારોટના કાર્યક્રમો યોજાયા છે. જે સોમનાથ મંદિર સાંનિધ્યે મેદાનમાં સાંજના 6થી યોજાનાર છે.દરમિયાન સોમનાથમાં મહાશિવરાત્રી ઉજવણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. સોમનાથ યોજાનાર છથી સાત જેટલા વિના મૂલ્યે ભોજન-ફરાળ પ્રસાદ માટેના મંડપો તૈયાર કરાઈ રહ્યા છે. સોમનાથ મંદિર જનરલ એન્ટ્રીગેટ માટે નવા ચેકિંગ પોસ્ટ બની રહ્યા છે જે મહાશિવરાત્રીએ કાર્યરત થવાની -સંભાવના છે આ ચેકિંગ પોસ્ટમાં લેડિઝ અને જેન્ટસ માટે કુલ અલગ અલગ ત્રણ-ત્રણ ઉપરાંત આમાના કેટલાકમાં એકીસાથે ભારે ભીડ હોય તો એ જ પોષ્ટમાં બે લાઈન એકી -સાથે ચેક કરી શકાય તેથી દર્શનાર્થીઓને સરળ પડે તેવી જોગવાઈ રખાનાર હોવાનું જાણવા મળે છે. મંદિરના એન્ટ્રી ગેટથી એક્ઝિટગેટ સુધીની તમામ રેલિંગો શિવ પ્રતિકો ત્રિશૂલ, ડમરૂૂ, ૐ સહિતના પ્રતિકો વૃક્ષોને વિદ્યુત રોશનીની આ કૃતિમાં ઢાળી ઝળહળતા કરી દેવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *