હર હર મહાદેવના દિવ્ય નાદ સાથે મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ

સાંજે પ્રથમવાર યોજાનાર ડમરૂ યાત્રામાં ના. મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહેશે, સંતોનું અદકેરું સ્વાગત દેવાધિદેવ મહાદેવના સાનિધ્યમાં ભક્તિ, સંસ્કૃતિ અને પ્રકૃતિના સંગમ સાથે જૂનાગઢના પવિત્ર…

સાંજે પ્રથમવાર યોજાનાર ડમરૂ યાત્રામાં ના. મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહેશે, સંતોનું અદકેરું સ્વાગત

દેવાધિદેવ મહાદેવના સાનિધ્યમાં ભક્તિ, સંસ્કૃતિ અને પ્રકૃતિના સંગમ સાથે જૂનાગઢના પવિત્ર ભવનાથ ગિરનારની તળેટીમાં પરંપરાગત રીતે વિશ્વ પ્રસિદ્ધ ’મહાશિવરાત્રી મેળો’ યોજાશે છે. આ વર્ષે ભવનાથ મંદિર પર ધ્વજારોહણ સાથે મહાશિવરાત્રી મેળાનો આજે વિધિવત પ્રારંભ થયો છે. પાંચ દિવસ યોજાતા આ અલૌકિક મેળામાં આવતા શ્રદ્ધાળુઓને કોઈ પણ અગવડ ન પડે તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા વિવિધ સુવિધાઓ સાથે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

જૂનાગઢના સુપ્રસિદ્ધ મહાશિવરાત્રી મેળાના આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વારસાને દીપાવવા માટે આ વર્ષે પ્રથમવાર ભવ્ય ’ડમરુ યાત્રા’નું આયોજન કરાયું છે જેમાં, નાયબ મુખ્યમંત્રી પણ સહભાગી થશે. ઇતિહાસમાં પ્રથમવાર સર્વ સમાજની દીકરીઓ કળશ ધારણ કરી સંતોનું સ્વાગત કરશે. આ ભવ્ય ડમરુ યાત્રા મેળાના પ્રથમ દિવસે, એટલે કે સાંજે 7:00 કલાકે ભવનાથ પ્રવેશ દ્વારથી શરૂૂ થઈ ભવનાથ મંદિર સુધીના અંદાજિત 400 મીટરના માર્ગ પર ભક્તિમય માહોલમાં નીકળશે. યાત્રાના સમાપન બાદ ભવનાથ મંદિર ખાતે ભવ્ય મહાઆરતીનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે.

ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા યાત્રિકોના રાત્રિ રોકાણને આરામદાયક બનાવવા માટે 800-850 ભાવિકોની ક્ષમતાં ધરાવતો વિશાળ જર્મન ડોમ તૈયાર કરવામાં આવ્યો છે. ભાવિકો માટે 2,000 ચો.મી.માં ફેલાયેલા આ ડોમમાં 700 પલંગ અને 150 ફ્લોર બેડિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે તેમને 24ડ્ઢ7 હાઉસકીપિંગ, મેડિકલ સહાય, મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ્સ અને સામાન રાખવા માટે અલગ લગેજ રેક જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે.

મેળામાં આવતા નાગરીકોના વાહનોના વ્યવસ્થાપન માટે ઉ5રકોટ, પાંજરાપોળ, વાઘેશ્વરી મંદિર, જેવા 25 અલગ-અલગ સ્થળોએ વિશાળ પાર્કિંગ પ્લોટ્સ બનાવવામાં આવ્યા છે. નાગરીકોના વાહનોની સુરક્ષા માટે દરેક પાર્કિંગમાં સીસીટીવી કેમેરા, પીવાનું પાણી અને શૌચાલયની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

ટ્રાફિક વ્યવસ્થા અને જનમેદનીને નિયંત્રિત કરવા માટે તંત્રએ આ વર્ષે અત્યંત કડક વલણ અપનાવ્યું છે.
ભવનાથ મેળામાં ભાવિકોની સલામતી માટે ગિરનાર દરવાજા અને ભરડાવાવથી આગળ વાહનો લઈ જવા પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આ નિયમ માત્ર સામાન્ય જનતા માટે જ નહીં પરંતુ અધિકારીઓ અને મંત્રીઓ માટે પણ લાગુ કરવામાં આવ્યો છે. ઇન્દ્રભારતી બાપુએ પણ અગાઉ સ્પષ્ટ કર્યું હતું કે કોઈ પણ મંત્રી કે અધિકારીની ગાડી ગિરનાર દરવાજાથી આગળ પ્રવેશશે નહીં. સરકારી કર્મચારીઓ અને પોલીસ કાફલાને પણ નિર્ધારિત સ્થળે પહોંચવા માટે ખાસ બસની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી મેળાના આંતરિક રસ્તાઓ પર ટ્રાફિક જામ ન થાય. આ કડક નિયમોને કારણે જ જૂનાગઢના રહીશોએ મેળાના શ્રીગણેશ થાય તે પહેલા જ ભવનાથ પહોંચવાનું પસંદ કર્યું હતું.

આ અંતર્ગત, પીવાના શુદ્ધ પાણી માટે ભવનાથમાં 140 પરબની વ્યવસ્થા કરાઈ છે. પર્યાવરણની જાળવણી માટે 10 બોટલ ક્રશર મશીન અને કોઈપણ તબીબી જરૂૂરિયાતને પહોંચી વળવા માટે 28 મેડિકલ સુવિધા કાઉન્ટર્સ પણ કાર્યરત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, મેળા દરમિયાન કુલ 118 હંગામી ટોયલેટ તેમજ ભવનાથ વિસ્તારમાં 6 મોબાઇલ ટોયલેટની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે. જેમાં ભાઈઓ અને બહેનો માટે અલગ વ્યવસ્થા અને 24X7 હાઉસકીપિંગની સુવિધા ઉપલબ્ધ રહેશે.

આ પાર્કિંગના તમામ સ્થળોએ ફ્લડ લાઈટ, સેનિટેશન, સફાઈ, પીવાના પાણીની વ્યવસ્થા, રાઉન્ડ ઘી ક્લોક પોલીસ બંદોબસ્ત રહેશે. આ માટે જિલ્લા કક્ષાએ પાર્કિંગ સમિતિની રચના કરવામાં આવી છે. આ પાર્કિંગથી મુખ્ય બે પોઇન્ટ ભરડાવાવ અને ગિરનાર દરવાજાથી શ્રદ્ધાળુઓ ભવનાથ તરફ પ્રસ્થાન કરશે. પાર્કિંગ સ્થળોએથી ખાસ કરીને દિવ્યાંગોને મેળામાં લઇ જવા માટે ર5 જેટલી રીક્ષાઓથી નિ:શુલ્ક 5રીવહનની સુવિધા પુરી પાડવાનું આયોજન કર્યું છે.

સ્થાનિક તંત્ર દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો, લાઈટ એન્ડ સાઉન્ડ શો અને સુરક્ષા માટે બેરીકેટીંગની વ્યવસ્થા કરવામાં આવી છે. મહાશિવરાત્રીની રાત્રે યોજાનારી સાધુ-સંતોની શાહી રવેડી અને મૃગીકુંડમાં શાહી સ્નાન મેળાનું મુખ્ય આકર્ષણ રહેશે. અતિથિ દેવો ભવ:ની ભાવના સાથે રાજ્ય સરકાર મહાશિવરાત્રી મેળાને ભક્તિ, શક્તિ અને સુવિધાનો ત્રિવેણી સંગમ બનાવી શ્રદ્ધાળુઓને આવકારસી રહ્યા છે.

ભોલેનાથની થીમ પર શણગાર
મેળાના માર્ગો અને મંદિરોને વધુ ભક્તિમય બનાવવામાં આવશે. જેમાં સમગ્ર ભવનાથ મેળા વિસ્તારને ‘ભગવાન ભોલેનાથ’ની થીમ પર શણગાર કરવામાં આવ્યો છે. ભવનાથ મંદિરનું ફૂલોથી સુશોભન અને સમગ્ર રવેડી રૂૂટ પર આકર્ષક રોશની કરવામાં આવ્યો છે. ભવનાથ મંદિર, અખાડાઓ, દામોદર કુંડ અને 6 મુખ્ય પ્રવેશદ્વારોને આકર્ષક રોશનીથી ઝળહળતા કરવામાં આવ્યા છે. મેળાના રસ્તામાં 06 – સેલ્ફી પોઇન્ટ આકર્ષણનું કેન્દ્ર બનશે. આ ઉપરાંત સમગ્ર મેળા વિસ્તારમાં ભગવાન શંકરના કલાત્મક ચિત્રો પણ કંડારવામાં આવ્યા છે. ગિરનાર દરવાજાથી ભવનાથ મંદિર સુધીના રસ્તા ઉપર સુશોભન અને લાઇટિંગ પણ કરવામાં આવી છે.

એક દિવસ પહેલા જ ભાવિકો ઉમટી પડ્યા
જૂનાગઢના ભવનાથની તળેટીમાં આજથી આધ્યાત્મિકતાના મહાકુંભ સમાન મહાશિવરાત્રી મેળાનો વિધિવત પ્રારંભ થયો છે. જોકે, મેળાના સત્તાવાર પ્રારંભના એક દિવસ પહેલા જ આજે જૂનાગઢવાસીઓએ મેળાની જમાવટ કરી દીધી હતી. આજથી ભવનાથ ક્ષેત્રમાં વાહનોના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો હોવાથી, હજારો સ્થાનિકો ગઈકાલે જ પોતાના ખાનગી વાહનો લઈને પરિવાર સાથે ભવનાથ તળેટીમાં ઉમટી પડ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *