રાષ્ટ્રીય
મહારાષ્ટ્ર મહાયુતિમાં મહાડખો; મોદીની રેલીમાંથી અજીત જૂથ ગાયબ
ધારાસભાની ચૂંટણી પહેલાં અચાનક રાજકીય ગરમાવો, ‘બટેંગે તો કટેંગે’એ માહોલ બગાડ્યો
આ ચૂંટણી વિચિત્ર છે, પરિણામ પછી જ ખબર પડશે કે કોણ કોની સાથે: ફડણવીશ
મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે યોજાનાર વિધાનસભા ચૂંટણી પહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે મુંબઈના દાદરમાં વિશાળ રેલી યોજી હતી, જોકે, આ રેલીમાં ડેપ્યુટી સીએમ અજિત પવાર અને તેમની પાર્ટીના અન્ય દિગ્ગજ નેતાઓ ગેરહાજર રહેતા ચર્ચા જાગી છે. અજિત પવારના પક્ષ સિવાય શિવસેના (શિંદે જૂથ) અને રામદાસ આઠવલેની આગેવાની હેઠળની રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા (આરપીઆઇ) સહિત મહાયુતિના તમામ ઉમેદવારો રેલી દરમિયાન હાજર રહયા હતા. તો. ઉપરાંત, એનસીપી ઉમેદવારો સના મલિક, નવાબ મલિક અને જીશાન સિદ્દીકીએ મહાયુતિ ગઠબંધનની રેલીમાં ગેરહાજર રહયા હતા. જ્યારે શિવસેના (શિંદે જૂથ) અને રામદાસ આઠવલેની આગેવાની હેઠળની આરપીઆઇ સહિત મહાયુતિના તમામ ઉમેદવારો રેલી દરમિયાન મંચ પર હાજર હતા.
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રની ચુંટણીમાં ભાજપે હિન્દુવાદને મુદ્દો બનાવી ‘બટેંગે તો કટેંગ’ સુત્ર વહેતુ મુકતા અજીત પવાર જુથ ભાજપથી નારાજ થયું છે અને અજીત પવાર જુથના ટોચના નેતાઓએ ભાજપની આ રણનિતી સામે સવાલો ઉઠાવી નારાજગી પણ વ્યકત કરી હતી. ત્યારબાદ ગઇકાલે યોજાયેલ વડાપ્રધાન મોદીની રેલીમાંથી અજીત પવાર જુથના નેતાઓ ગાયબ રહેતા મહારાષ્ટ્ર મહાયુતિમાં બધુ સમુ સુતર નહીં ચાલી રહયાનો મેસેજ ગયો છે. હવે આ આંતરીક લડાઇ ચુંટણીના ગણતરીના દિવસો પહેલા નિર્ણાયક વણાંક ઉપર આવી છે અને મહાયુતિના જ ભાગીદાર પક્ષોએ સામસામી તલવારો ખેંચી હોય તેવી સ્થિતિ સર્જાયેલ છે.
મહારાષ્ટ્ર ચૂંટણી પહેલા મીડિયા સાથે વાત કરતા દેવેન્દ્ર ફડણવીસે પણ મહાયુતિમાં આંતરિક વિરોધને સ્વીકારી લીધો છે. તેમણે કહ્યું, આ ચૂંટણી વિચિત્ર છે. પરિણામ પછી જ ખબર પડશે કે કોણ કોની સાથે છે. મહાયુતિમાં પણ આંતરિક વિરોધાભાસ છે. ફડણવીસે કહ્યું કે તેમની પાર્ટીનું સૂત્ર બટેગે તો કટેગે વિપક્ષી મહાવિકાસ અઘાડી (એમવીએ) ના ચૂંટણી પ્રચારના જવાબમાં બનાવવામાં આવ્યું છે.
ભાજપના નેતાએ દાવો કર્યો હતો કે તેમના સાથીદારો અશોક ચવ્હાણ અને પંકજા મુંડે તેમજ નાયબ મુખ્યમંત્રી અજિત પવાર તેનો મૂળ અર્થ સમજવામાં નિષ્ફળ રહ્યા છે.
આ રેલીમાં પીએમ મોદીએ રેલી દરમિયાન વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું હતું કે, પમહાવિકાસ અઘાડીના લોકો તુષ્ટિકરણના ગુલામ બની ગયા છે. આ એ જ આઘાડી છે જે રામ મંદિરનો વિરોધ કરે છે. ભગવા આતંકવાદ જેવા શબ્દોનો પ્રયોગ કરે છે. કાશ્મીરમાં કલમ 370 પુન:સ્થાપિત કરવા ઠરાવ પસાર કરે છે, મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે આજે મારી છેલ્લી જનસભા છે. મેં દરેક ક્ષેત્રના લોકો સાથે વાતચીત કરી છે. આખા મહારાષ્ટ્રના આશીર્વાદ આજે મહાયુતિ સાથે છે.
રાષ્ટ્રીય
પાણીપતમાં દર્દનાક અકસ્માત: 6 બાળકીને વાનચાલકે કચડી, પિતાના ખોળામાં જ દમ તોડ્યો, જુઓ VIDEO
હરિયાણાના પાણીપતમાંથી એક ભયંકર અકસ્માત સામે આવ્યો છે. પાનીપતમાં એક 6 વર્ષની બાળકીને સ્કૂલ વાન ચાલકે કચડી નાખી હતી. આ વાનમાં વિદ્યાર્થિની શાળાએથી પરત ફરી રહી હતી. આ દરમિયાન તે ત તેના પિતા તરફ આગળ વધવા લાગી ત્યારે વાન ચાલકે બેદરકારીપૂર્વક વાનને તેજ ગતિએ હંકારી હતી. જેના કારણે વિદ્યાર્થિનીને પહેલા ટક્કર લાગી. આ પછી તે નીચે પડી ગઈ. ડ્રાઈવર બાજુનું આગળનું વ્હીલ અને તે જ બાજુથી પાછળનું વ્હીલ તેની ઉપર ફરી વળ્યું. આ ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. બાળકી તેના પિતાના ખોળામાં જ મૃત્યુ પામી. બાળકીના પરિવારજનોની ફરિયાદના આધારે પોલીસે આરોપી ડ્રાઈવર વિરુદ્ધ ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી છે.
મળતી માહિતી મુજબ, મૃતક વિદ્યાર્થીના પિતા અભિનંદને પોલીસને ફરિયાદ આપી છે. જેમાં તેણે જણાવ્યું કે તે બિહારનો રહેવાસી છે અને તેને ત્રણ દીકરીઓ છે, જેમાંથી 6 વર્ષની બાળકીનું નામ રૂચી હતું. રુચિ એલકેજીમાં ભણતી હતી. અભિનંદનનું કહેવું છે કે રુચિ બપોરે 1 વાગ્યે ઇકો વાનમાં સ્કૂલેથી ઘરે પરત ફરી હતી. રુચિ જ્યારે વાનમાંથી નીચે ઉતરી ત્યારે તે ઘર તરફ આવવા માટે વાન આગળ ચાલી રહી હતી.
ડ્રાઇવરે બેદરકારીપૂર્વક વાનને તેજ ગતિએ હંકારી હતી, જેના કારણે વાનના આગળના અને પાછળના ટાયર રુચિ પર ફરી વળ્યા હતાં. જેના કારણે તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેનું મોત થયું હતું.
અકસ્માત બાદ બાળકીના પિતા અભિનંદન તરત જ તેની પુત્રીને લઈને હોસ્પિટલ પહોંચ્યા, પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી. પોલીસને ઘટનાની જાણ થતાં જ તેઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા.
Sports
રણજી ટ્રોફીમાં રનનો વરસાદ, ચાર-ચાર ભારતીય ખેલાડીઓએ ફટકારી ટ્રિપલ સદી
સ્નેહલ કૌથંકર અને કશ્યપ બકલે ત્રેવડી સદી ફટકાર્યા બાદ અણનમ રહ્યા
રણજી ટ્રોફી હાલમાં ભારતીય સ્થાનિક ક્રિકેટમાં રમાઈ રહી છે. આ ભારતીય સ્થાનિક ક્રિકેટની સૌથી મોટી ટૂર્નામેન્ટ પણ છે. 13 નવેમ્બરથી શરૂૂ થયેલી આ ટુર્નામેન્ટમાં હાલમાં પાંચમાં રાઉન્ડની મેચો રમાઈ રહી છે. આ સાથે જ મેચનો બીજો દિવસ બેટ્સમેનોના નામે રહ્યો હતો. 14મી નવેમ્બરે રણજી ટ્રોફીમાં 1 કે 2 નહીં પરંતુ 4 ટ્રિપલ સેન્ચુરી જોવા મળી હતી. જેમાંથી 2 ત્રેવડી સદી એક જ ટીમના બેટ્સમેનોએ ફટકારી હતી.
અરુણાચલ પ્રદેશ સામેની મેચમાં ગોવા તરફથી સ્નેહલ કૌથંકર અને કશ્યપ બકલેએ ત્રેવડી સદી ફટકારી હતી. ખાસ વાત એ હતી કે બંને ખેલાડીઓ અણનમ રહ્યા હતા. આ મેચમાં સ્નેહલ કૌથંકરે માત્ર 215 બોલમાં અણનમ 314 રન બનાવ્યા હતા. જેમાં 4 છગ્ગા અને 45 ચોગ્ગા સામેલ હતા. તેનો સ્ટ્રાઈક રેટ 146થી વધુ હતો. આ ઈનિંગ દરમિયાન તેણે 205 બોલમાં ત્રેવડી સદી પૂરી કરી હતી. આ સાથે જ કશ્યપ બકલેએ પણ 269 બોલમાં અણનમ 300 રન બનાવ્યા હતા. આ ઈનિંગમાં તેણે 39 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. આ બે ખેલાડીઓના દમ પર ગોવાએ આ મેચ એક ઈનિંગ્સ અને 551 રને જીતી લીધી હતી.
બીજી તરફ ઉત્તરાખંડ અને રાજસ્થાનની ટીમો વચ્ચે રમાઈ રહેલી એલિટ ગ્રુપ ઇની મેચમાં મહિપાલ લોમરોરે ત્રેવડી સદી ફટકારી હતી. રાજસ્થાનના બેટ્સમેન મહિપાલ લોમરોરે 357 બોલમાં પોતાની ત્રેવડી સદી પૂરી કરી હતી અને આ દરમિયાન તેણે 13 છગ્ગા અને 25 ચોગ્ગા ફટકાર્યા હતા. તે 360 બોલ રમીને પણ અણનમ રહ્યો હતો. જેના કારણે રાજસ્થાનની ટીમે તેના પ્રથમ દાવમાં 7 વિકેટ ગુમાવીને 660 રન બનાવ્યા હતા.
નાગાલેન્ડના બેટ્સમેન ચેતન બિષ્ટના બેટમાંથી પણ ત્રેવડી સદી જોવા મળી હતી. તેણે મિઝોરમ સામે આ કારનામું કર્યું હતું. ચેતન બિષ્ટે આ ઈનિંગમાં 423 બોલ રમ્યા અને 304 અણનમ રન બનાવ્યા. ચેતન બિષ્ટની આ ઈનિંગમાં 33 ફોર અને 5 સિક્સ સામેલ છે. આ તેની કારકિર્દીની પ્રથમ ત્રેવડી સદી પણ હતી. ચેતન બિષ્ટની આ જોરદાર ઈનિંગના કારણે નાગાલેન્ડે 7 વિકેટના નુકસાને 736 રન બનાવી પ્રથમ દાવ ડિકલેર કર્યો હતો.
Sports
સાનિયા મિર્ઝા દુબઇની સ્પોર્ટ્સ એમ્બેસેડર બની
ભારતની સ્ટાર ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝાની નિવૃત્તિને ઘણો સમય થઈ ગયો છે. પરંતુ તે હજુ પણ સક્રિય રહે છે. તાજેતરમાં સાનિયાને દુબઈમાં મહત્વની જવાબદારી સોંપવામાં આવી હતી. તેની સાથે ભૂતપૂર્વ ભારતીય ખેલાડી હરભજન સિંહને પણ આ સન્માન મળ્યું છે. વાસ્તવમાં સાનિયા મિર્ઝાને દુબઈની સ્પોર્ટ્સ એમ્બેસેડર બનાવવામાં આવી છે. તે રમતને આગળ વધારવા માટે અહીં કામ કરશે.
હરભજન સિંહને પણ આ પદ મળ્યું છે. સાનિયા અને ભજ્જી માટે દુબઈમાં એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દુબઈના ઘણા અધિકારીઓ પણ અહીં હાજર હતા. સાનિયાની ટેનિસ કારકિર્દી શાનદાર રહી છે. તેણે કોમનવેલ્થ ગેમ્સ અને એશિયન ગેમ્સમાં ભારત માટે શાનદાર પ્રદર્શન કર્યું છે. સાનિયા મિર્ઝાએ શોએબ મલિકથી છૂટાછેડા લીધા છે. તેણીએ ફરીથી પોતાને નિયંત્રિત કરી અને હજી પણ કામ કરી રહી છે.
-
રાષ્ટ્રીય2 days ago
સેન્સેક્સમાં 1100, સોનામાં 1900 અને ચાંદીમાં 3500નો કડાકો
-
ક્રાઇમ2 days ago
ડીસીબીની કુનેહપૂર્વક કામગીરી: રિક્ષામાં બેસાડી લુંટ આચરતી ગેંગનો અંત, ૨૫ ચોરીઓની કબૂલાત
-
ક્રાઇમ2 days ago
ખાખી પર કલંક!!! MICA કોલેજના વિદ્યાર્થીની હત્યા કરનારો પોલીસ કોન્સ્ટેબલ નીકળ્યો, આરોપી વિરેન્દ્રસિંહ પંજાબથી ઝડપાયો
-
રાષ્ટ્રીય1 day ago
ડાયાબિટીસના દર્દીઓ માટે ઝેર સમાન છે આ ફળ, ભૂલથી પણ ન કરો તેનું સેવન
-
ગુજરાત21 hours ago
બેકાબૂ ફોર્ચ્યુનર કારના ચાલકે બાઈકને ઉલાળ્યું: ગર્ભવતી મહિલાનું બાળક મિસ કેરેજ થઈ ગયુ!
-
ગુજરાત2 days ago
બિશપ હાઉસ આવાસ યોજનામાં તપાસના આદેશ
-
ગુજરાત2 days ago
સરધારમાં ગેરેજમાં જ સંચાલકે ગળે ફાંસો ખાઇ જિંદગીથી છેડો ફાડયો
-
ગુજરાત21 hours ago
સિવિલ હોસ્પિટલમાં સુવિધાઓ તાકીદે ઉપલબ્ધ કરાવો