મોરબીના જુની પીપળી ગામે રહેતા મૂળ પાટણ પંથકના પ્રેમી પંખીડાએ સજોડે આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. પરિવાર જનો એક નહી થવા દે તેવી બીક થી બંન્ને બે દિવસ પહેલા ઘરેથી નીકળી ગયા બાદ આજે ગામની સીમમા આવેલા કૂવામાંથી બંનેના મૃતદેહ મળી આવ્યા હત. મોરબી તાલુકાના જુની પીપળી ગામે આવેલી કેલામીરા નામની કંપનીમાં કામ કરતા શ્રમીક પરિવારની 17વર્ષની પુત્રી મિત્તલ પ્રતાપભાઇ ઠાકોર અને તેજ કંપીનમાં કામ કરતા અન્ય શ્રમિક પરિવારનો 18વર્ષનો પુત્ર અંકિત ભાલાજી ઠાકોર ગત મંગળવારે ઓરડી ઉપરથી નીકળી જઇ લાપતા થયા હતા જેથી પરિવારજનો દ્વારા બંનને શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન આજે સવારે જુની પીપળી ગામની સીમમા આવેલા કૂવામાંથી બંનને મૃતદેહ મળી આવ્યા હતા .
બનાવની જાણ થતા મોરબી તાલુકા પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. બંન્ને મૃતદેહ ને કુવામાંથી બહાર કાઢી ફોરેન્સીક પીએમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.પ્રાથમિક તપાસમાં મૃતક સગીરાનો પરિવાર પાટણ જિલ્લાના રાણાવાડા ગામનો વતની અને મૃતક અંકિતનો પરિવાર પાટણ જિલ્લાના નવામક્કા ગામનો વતની હોવાનો જાણવા મળ્યુ છે.
બંન્ને કંપનીમાં બાજુની ઓરડીમાં રહેતા હોવાથી બંન્ને વચ્ચે પ્રેમ સંબંધ બધાયો હોય પરંતુ પરિવાર જનો એક નહી થવા દેે તેવી બીકથી પ્રેમી પંખીડાએ સઁજોડે કુવમાં જપલાવી જીવન ટુંકાવી લીધુ હતુ.