ભગવાન જગન્નાથજીની રથયાત્રા શહેરમાં પરિભ્રમણ કરશે

મંગળા આરતી, છપ્પન ભોગ, શ્રૃંગાર દર્શન, મહા આરતી સહિતના ધાર્મિક આયોજનો જામનગર શહેરમાં ઈસ્કોન દ્વારા 30 જૂન, સોમવારે ભગવાન શ્રી જગન્નાથજીની ભવ્ય 18મી રથયાત્રાનું આયોજન…

મંગળા આરતી, છપ્પન ભોગ, શ્રૃંગાર દર્શન, મહા આરતી સહિતના ધાર્મિક આયોજનો

જામનગર શહેરમાં ઈસ્કોન દ્વારા 30 જૂન, સોમવારે ભગવાન શ્રી જગન્નાથજીની ભવ્ય 18મી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે જામનગર-રાજકોટ હાઈવે ધુંવાવ રોડ પહેલા ઈસ્કોન મંદિરમાં સવારે મંગળા આરતી, પ્રવચન, છપ્પન ભોગ વિગેરે ધાર્મિક કાર્યક્રમો થશે.

જામનગરમાં ઈસ્કોન પરિવાર દ્વારા ભગવાન શ્રી જગન્નાથજીની 18મી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જામનગર- રાજકોટ હાઈવે, ધુંવાવ રોડ, ઈસ્કોન મંદિરમાં તા. 30-06-2025 (સોમવાર)ના દિને સવારે 4-30 વાગ્યે મંગલા આરતીના દર્શન સાથે કાર્યક્રમનું મંગલાચરણ થશે. એ પછી સવારના સાડાસાત વાગ્યે શ્રૃંગાર દર્શન, આઠ વાગ્યે તથા અગિયાર વાગ્યે ધાર્મિક પ્રવચન, બપોરે સાડાબાર વાગ્યે વિશેષ આરતી-છપ્પનભોગ દર્શન થશે. સર્વે ભક્તોને રથયાત્રા તેમજ દર્શનનો લાભ લેવા અનુરોધ કરાયો છેેે.

ભગવાન જગન્નાથજી (જગન્નાથજી-શુભદ્રા-બલરામના વિગ્રહ) ની રથયાત્રાનો આરંભ હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ હરે રામ રામ રામ હરે હરે-જય જગન્નાથજીના નાદ સાથે બપોરે 3:30 વાગ્યે નગરના મહાનુભાવોની અને કૃષ્ણભક્તોની ઉપસ્થિતિમાં પહિંદ વિધિ પછી સુમેર ક્લબ પાસે, સાત રસ્તા પાસેથી પ્રારંભ થશે અને રથયાત્રા ત્યાંથી ઓશવાળ હોસ્પિટલ રોડ, ખંભાળીયા ગેઈટ, હવાઈ ચોક, સેન્ટ્રલ બેંક, ચાંદીબજાર, સજુબા હાઈસ્કૂલ, બેડીગેઈટ, કે.વી. રોડ, ત્રણ દરવાજા, સુભાષબ્રીજ, રાજપાર્ક, ગુલાબનગર, કાર શો-રૂૂમ રોડ થઈ ઈસ્કોન મંદિરમાં રથયાત્રાની પૂર્ણાહુતિ થશે. રથયાત્રા દરમ્યાન વિવિધ મંડળો દ્વારા દરેક રૂૂટ પર સ્વાગત થશે તેમજ પ્રસાદ, ફ્રૂટ્સ, ઠંડા પાણી, સરબતનું વિતરણ થશે. અને દરેક રૂૂટ ઉપર બરોડા, વલ્લભ વિદ્યાનગર, ભરૂૂચ, સુરત, પોરબંદરથી પધારેલ કૃષ્ણ ભક્તો સંકીર્તન, હરે કૃષ્ણ ના મંત્રોનો નાદ કરી રમઝટ બોલાવશે. રાત્રે 7-30 વાગ્યે પૂર્ણાહુતિ પછી રાત્રે 8 વાગ્યે દરેક કૃષ્ણ ભક્તો માટે ઈસ્કોન મંદિર પાસેના મેદાનમાં પ્રસાદમ્ની વ્યવસ્થા રાખવામાં આવેલ છે. વધુ વિગત માટે મુરલીધરદાસ (મો. 94ર89 01896) તથા મો. 98609 61707), મો. 94274 59645 તેમજ (મો. 94269 18755) એડવોકેટ દિલીપ ભોજાણીનો સંપર્ક કરવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *