ગોંડલ નજીક ગોમટામાં એક જ રાતમાં ચાર વાડી વિસ્તારના છ ગોડાઉનને તસ્કરોએ નિશાન બનાવી ગોડાઉન માંથી રૂૂ.43 હજારના વાયરની ચોરી કરતી જતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ શરૂૂ કરી છે.
મળતી વિગતો મુજબ ગોમટાના વસ્તાભાઇ ઉર્ફે હકાભાઈ વેરશીભાઇ ચાવડીયાએ કરેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ ગઇ તારીખ 11/03/2026 ના રોજ સાંજના આશરે સાતેક વાગ્યા પછી મારી વાડીએથી ઘરે ગયા હતા ત્યારે ભાગીયા યોગેશભાઇ લક્ષ્મણભાઈ ભીલનો ફોન આવે લ અને વાત કરેલ કે બાલુભાઈ મોટેરીયાની વાડી જે તમે ભાગવી રાખેલ છે. તે વાડીએ આવેલ ગોડાઉનનુ તાળુ તુટી ગયેલ છે. અને વાડીની બન્ને ઇલેક્ટ્રીક મોટરના વાયર કપાઈ ગયેલ છે. તેમ વાત કરતા વસ્તાભાઈ વાડીએ ગયેલ તપાસ કરતા તેમની વાડીના ગોડાઉનનુ તાળુ તુટી ગયેલ હાલતમાં પડેલ હતુ.
તેમજ વાડી પાડોશી જેઠાભાઈ બાવાભાઇ ચાવડીયા તથા સવાભાઇ કવાભાઇ ચાવડીયા તથા વીનુભાઇ રવજીભાઇ ચાવડીયા તથા સામતભાઇ ટાભાભાઈ બગડા તેમજ ચનાભાઈ વીરાભાઈ પરમાર,રામજીભાઈ જેઠાભાઈ પરમાર એમ બધાની વાડીઓમાથી કોપર વાયર આશરે 1100 ફુ ટ કીંમત રુપીયા 38,500 તથા એક ઝટકા મશીનની ઇલેક્ટ્રીક બેટરી કિંમત રુપીયા 3500 તથા એક દરવાજાનુ પીતળનુ કડુ કિંમત રુપીયા 1000 એમ કુલ રુપીયા 43,000 નો મુદ્દામાલ ગોડાઉનના તાળા તોડી તથા બહાર પડેલ કોપર વાયર ની ચોરી કરી લઇ ગયેલ હોય આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ શરૂૂ કરી છે.
