15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતોનું એક જ તબક્કામાં મતદાન
કુલ 10,005 બેઠકો પર 4.18 કરોડ મતદાતાઓ મતદાન કરશે, ગઈ કાલથી ચૂંટણી વિસ્તારોમાં આચાર સંહિતા લાગુ
ગુજરાતમાં મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીની તારીખ ગઈકાલે જાહેર કરવામાં આવી છે. તમામ સ્થળે એક જ તબક્કામાં મતદાન યોજાશે. તા.26 એપ્રિલનાં રોજ મતદાન યોજાયા બાદ તા.28 એપ્રિલે મતગણતરી બાદ પરિણામ જાહેર કરવામાં આવશે. તા.26નાં રોજ 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતોની ચૂંટણી યોજાવાની હોય રાજકીય માહોલ ગરમાયો છે અને તમામ પક્ષો દ્વારા સેન્સ પ્રક્રિયા તેમજ ઉમેદવારોની પસંદગી કરવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. રાજ્યમાં ચૂંટણીની જાહેરાત થતા આજથી જ આદર્શ આચારસંહિતાનો અમલ થઈ ચૂક્યો છે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની તમામ સંસ્થાઓ માટે એક જ દિવસે 26મી એપ્રિલને રવિવારે મતદાન યોજાશે. મતદાન મથકો પર સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. જો કોઈ સ્થળે પુન: મતદાનની જરુર પડે તો 27 એપ્રિલે યોજાશે. 28મી એપ્રિલે તમામ સંસ્થાઓની મતગણતરી અને પરિણામ જાહેર કરાશે. ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના કાર્યક્રમને અંતિમ ઓપ આપવાની તૈયારી શરૂૂ કરી છે. ફાઈનલ મતદાર યાદી જાહેર થયા બાદ આવતીકાલ સુધીમાં ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થઈ શકે છે.
ત્યારે રાજકીય પક્ષો પણ ઉમેદવારોની પસંદગીમાં લાગ્યા છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા અલગ અલગ જિલ્લા-મહાનગરોમાં નિરીક્ષકોને મોકલી સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. મહાનગરપાલિકાની ચૂંટણીનો કાર્યક્રમ 26 ફેબ્રુઆરી સુધીમાં પૂર્ણ થયો હતો જ્યારે જિલ્લા, તાલુકા પંચાયત અને નગરપાલિકા ચૂંટણીનો કાર્યક્રમ 5 માર્ચે પૂર્ણ થયો હતો. આ વખતે જઈંછની કામગીરી હાથ ધરવામાં આવેલ હોય સ્થાનિક સ્વરાજ્યની ટર્મ પૂર્ણ થયા બાદ પણ સમયસર ચૂંટણી ન થતા વહીવટદાર નિમવાની ફરજ પડી હતી.
ચૂંટણી કાર્યક્રમ
ચૂંટણી જાહેર થયાની તારીખ 1 એપ્રિલ
જાહેરનામા પ્રસિદ્ધિની તારીખ 6 એપ્રિલ
ફોર્મ ભરવાની અંતિમ તારીખ 11 એપ્રિલ
ફોર્મ ચકાસણીની અંતિમ તારીખ 13 એપ્રિલ
ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ 15 એપ્રિલ
મતદાનની તારીખ 26 એપ્રિલ
પુન: મતદાન (જરુર પડે તો) 27 એપ્રિલ
મત ગણતરીની તારીખ 28 એપ્રિલ
ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવાની તારીખ 30 એપ્રિલ
