એલ.એલ.બી. સેમ-4નો અભ્યાસક્રમ શરૂ થયો હોવા છતાં સેમ 1, 2 અને 3ના પરિણામો બાકી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વહીવટી તંત્રની નિષ્ક્રિયતા અને અસ્પષ્ટ નીતિઓને કારણે વિદ્યાર્થીઓ અત્યારે ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. વર્ષ 2019ના વિદ્યાર્થીઓને વિશેષ પરીક્ષાની તક આપવા તથા…

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વહીવટી તંત્રની નિષ્ક્રિયતા અને અસ્પષ્ટ નીતિઓને કારણે વિદ્યાર્થીઓ અત્યારે ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. વર્ષ 2019ના વિદ્યાર્થીઓને વિશેષ પરીક્ષાની તક આપવા તથા એલએલબીના પડતર પરિણામો ત્વરિત જાહેર કરવા માટે NSUIએ કુલપતિને આવેદન પાઠવ્યું હતું.

આવેદનમાં જણાવાયુ હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના હજારો વિદ્યાર્થીઓના ભાવિ સાથે જોડાયેલા ગંભીર પ્રશ્નો તરફ દોરવા માંગીએ છીએ. યુનિવર્સિટીના વહીવટી તંત્રની નિષ્ક્રિયતા અને અસ્પષ્ટ નીતિઓને કારણે વિદ્યાર્થીઓ અત્યારે ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, જે વિદ્યાર્થીઓએ વર્ષ 2019માં ગ્રેજ્યુએશન અથવા માસ્ટર કોર્સમાં એડમિશન લીધેલું છે, તેવા અનેક વિદ્યાર્થીઓ માત્ર 1 કેર વિષયમાં નાપાસ થવાને કારણે પોતાની ડિગ્રી પૂર્ણ કરી શક્યા નથી. આ એક કે બે વિષય માટે પોતાનું ગ્રેજ્યુએશન અથવા તો માસ્ટર પૂર્ણ ના કરી શક્યા ના હોઈ અને હવે 5 વર્ષ વીતી ગયા હોવાથી, હવે તેઓ પરીક્ષા ફોર્મ ન ભરી શકે તેવા વિદ્યાર્થીઓને ફરી એકવાર પરીક્ષા આપવાનો મોકો યુનિવર્સિટી દ્વારા આપવામાં આવે તેવી અમારી રજૂઆત છે.

ભૂતકાળમાં પણ 2011 થી 2018 ના વિદ્યાર્થીઓને આ વિશેષ તક આપવામાં આવી હતી જેને સંદર્ભે 2019 ના વિધાર્થીઓને પણ તક આપવામાં આવે. યુનિવર્સિટીના સત્તાધીશોની ઘોર બેદરકારીનો ઉત્તમ નમૂનો એ છે કે, ડાલમાં કકઇ સેમેસ્ટર 4 નો અભ્યાસક્રમ શરૂૂ થઈ ગયો હોવા છતાં, હજુ સુધી સેમેસ્ટર 1, 2 અને 3 ના પરિણામો જાહેર કરવામાં આવ્યા નથી. પરિણામ વગર આગળના સેમેસ્ટરનો અભ્યાસ કરવો વિદ્યાર્થીઓ માટે માનસિક તણાવ સમાન છે. પરિણામોમાં થઈ રહેલો આ અસહ્ય વિલંબ યુનિવર્સિટીના નબળા વડીવટની સાક્ષી પૂરે છે.જો આગામી ટૂંકા સમયમાં 2019ની બેચના વિદ્યાર્થીઓ માટે યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે અને કકઇ ના તમામ પડતર પરિણામો જાહેર કરવામાં નહીં આવે, તો ગુજરાત પ્રદેશ ગજઞઈં દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં યુનિવર્સિટી ખાતે ગાંધીચીંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવામાં આવશે, જેની સંપૂર્ણ જવાબદારી યુનિવર્સિટી વહીવટી તંત્રની રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *