ગીર સોમનાથ જિલ્લામાં 135 અસામાજિક તત્ત્વોનું લિસ્ટ તૈયાર

તાજેતરમાં રાજયના પોલીસ વડાએ દરેક – જિલ્લાના પોલીસ મથકોને સૂચના આપી લોકોને રંઝાડતા સમાજકંટકોનું લિસ્ટ બનાવવાની સૂચના આપતા ગીર સોમનાથ જિલ્લા પોલીસ દ્વારા 135 અસામાજિક…

તાજેતરમાં રાજયના પોલીસ વડાએ દરેક – જિલ્લાના પોલીસ મથકોને સૂચના આપી લોકોને રંઝાડતા સમાજકંટકોનું લિસ્ટ બનાવવાની સૂચના આપતા ગીર સોમનાથ જિલ્લા પોલીસ દ્વારા 135 અસામાજિક તત્વો ની યાદી કરેલ અને યાદી સીવાય ના શખ્સો સામે પણ કડક એકસન લેવાનુ શરૂૂ થતાં લોકો મા રાહત ની સાસ ગીર સોમનાથ જીલ્લા એસ.પી, મનોહરસિંહ જાડેજાએ પત્રકારોને જણાવેલ હતું કે રાજયસરકાર તેમજ પોલીસવડાના આદેશથી જીલ્લામાં – ગુનાઓ ડામવા દરેક પોલીસસ્ટેશનોમાં કામગીરી શરૂૂ કરાયેલ છે. – ડીવાયએસપી તેમજ એલસીબી, – એસ.ઓ.જી. સહીતની ટીમો દરેક પોલીસ સ્ટેશનના પી.આઈ, પી.એસ.આઈ અધિકારીઓ કર્મચારીઓ અસામાજીક તત્વો, રીઢા ગુનગારોનો ઈતિહાસ તપાસી લીસ્ટ બનાવી રહેલ છે.

અત્યારસુધી માં 135ની યાદી તૈયાર થયેલ છે હજુ પણ કામગીરી ચાલુ રહેશે. પોલીસે કોમ્બીંગ કરેલ હતું તેમાં ત્રણ ધરોમાથી હથીયારો મળેલ છે. જીલ્લાના શહેર, ગ્રામ્ય વિસ્તારમાં આવેલ પોલીસ સ્ટેશનામાં શરીર સંબંધીત ગુના આચરતા તત્વો, મીલ્કત વિરોધી, વ્યાજખોરો, ખડણીખોરો,, ખનીજચોરી, ધાકધમકી આપતા માથાભારેની યાદી બનાવી રહેલ છે. તેની સામે કેટલા ગુના નોંધાયા છે, કંઈ કંઈ ગેંગ છે કેટલાજામીન ઉપર છુટયા છે, તેણે જામીન ભંગ કરેલ છેકે નહી, જે ગુનેગારો જેલમાં છે તેની પણ વધારાની વિગતો ભેગી કરાઈ રહેલ છે, જલ્લામાં બુટલેગરોની યાદી તૈયાર કરવામાં આવી રહેલ છે.

વધુમાં જણાવેલ હતું કે આ જીલ્લામાં 2024માં વેરાવળ, ઉના, કોડીનારમાં ગુજસીટોકના ચારગુનામાં 31 આરોપીઓ, આર્ગેનાઈઝક્રાઈમમાં છ, ગૌવંશ 3 કુલ 40 આરોપીઓ જેલમાં છે. પાસાના કેસો 20થી વધારે કરેલ છે, તડીપાર પણ અનેકને કરાયા છે. પોલીસ વિભાગ દ્વારા ગમે તેવા ખુંખાર ગુનેગારો હોય, લુખ્ખાગીરી કરતા હોય જમીન, મકાન પચાવી પાડતા હોય કે તેમાં તેની સામેલગીરી હોય તેવા તમામની બેંક ખાતા મીલ્કતાની તપાસ કરવામાં આવશે ભુતકાળમાં તેમજ હાલમાં જે આરોપીના લીસ્ટ બનાવલ છે, તેમના મકાનોના લાઈટ કનેકશન કાપવાની કાર્યવાહી કરવામાં આવશે. જીલ્લાભરમાં ગુનાખોરી ડામવા માટે આકરા પગલા લેવામાં આવશે.જિલ્લાભરમાં 100 કલાકના અભિયાનમાં અનેક અસામાજીક તત્વોની યાદી બનાવી તેની ઉપર વોચ રાખવામાં આવી રહી છે. કોમ્બીંગ ડ્રાઈવ દરમ્યાન રહેણાંક વિસ્તારોમાં તપાસમ કેફીપીણુ પીધેલી હાલતમાં મળતા શખ્સો સામે કાર્યવાહી તેમજ ત્રીપલ સવારી, બ્લેક ફીલ્મ, વાહન ચાલકો પાસેથી મોટો દંડ વસુલ કરવામાં આવશે. દિવસો સુધી આ કાર્યવાહી કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *