મોરબીના કડીયાણા ગામેથી ત્રણ લાખનો દારૂ ઝડપાયો

કડીયાણા ગામની સીમમાં રેડ કરી એલસીબી ટીમે કાચા રસ્તાની સાઈડમાં ખરાબામાંથી રૂૂ 3.04 લાખનો ઈંગ્લીશ દારૂૂની અલગ અલગ બ્રાન્ડની 2232 બોટલનો જથ્થો જપ્ત કર્યો છે…

કડીયાણા ગામની સીમમાં રેડ કરી એલસીબી ટીમે કાચા રસ્તાની સાઈડમાં ખરાબામાંથી રૂૂ 3.04 લાખનો ઈંગ્લીશ દારૂૂની અલગ અલગ બ્રાન્ડની 2232 બોટલનો જથ્થો જપ્ત કર્યો છે બે ઇસમોના નામો ખુલતા પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે.

મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન કડીયાણાથી માથક જતા રોડ પર કાચા રસ્તે ખરાબામાં કડીયાણા ગામની સીમમાં બે ઇસમોએ ઈંગ્લીશ દારૂૂનો જથ્થો રાખી વેચાણ કરતા હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી સ્થળ પરથી પોલીસે ઈંગ્લીશ દારૂૂની અલગ અલગ બ્રાન્ડની 2232 બોટલ કીમત રૂૂ 3,04,776 નો જથ્થો જપ્ત કર્યો હતો આરોપી રાહુલ ઉર્ફે ધૂમો કોળી રહે મોરબી અને લાલો કોળી રહે હળવદ વાળાના નામ ખુલતા બંને આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *