દારૂની 2880 બોટલ મળી કુલ 49.88 લાખનો મુદ્દામાલ જપ્ત
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના કટારીયા ટોલનાકા નજીક પાણશીણા પોલીસે પ્રોહિબિશન હેઠળ મોટી કાર્યવાહી કરી છે. પોલીસે એક ટ્રકના ગુપ્ત ચોરખાનામાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે ટાટા કંપનીના ટ્રક નંબર NL-01-AC-2144 પર વોચ ગોઠવવામાં આવી હતી. આ ટ્રકની તપાસ દરમિયાન દારૂૂનો જથ્થો મળી આવ્યો હતો.
ટ્રકના પાછળના કેબિનમાં બનાવેલા ગુપ્ત ચોરખાનામાંથી પરમીટ વિનાનો ગેરકાયદેસર દારૂૂ મળી આવ્યો હતો. પોલીસે કુલ 2,880 નાની-મોટી સીલબંધ બોટલો સહિત રૂૂ. 29.83 લાખનો ઇંગ્લિશ દારૂૂ, રૂૂ. 20 લાખની ટ્રક અને એક મોબાઇલ ફોન મળી કુલ રૂૂ. 49.88 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં ટ્રક ચાલક દુર્ગારામ ધનારામ ગોદારા (રહે. બાડમેર, રાજસ્થાન)ની ધરપકડ કરવામાં આવી છે. દારૂૂના સપ્લાય અને હેરાફેરીમાં સંડોવાયેલા અન્ય આરોપીઓની શોધખોળ શરૂૂ કરવામાં આવી છે. પાણશીણા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
