નજીકના ભિડી વિસ્તારમાં જ દેખાયો, ખેડુતો-સ્થાનિકોમાં ભયનો માહોલ
જેતપુર તાલુકાના કાગવડ સ્થિત વિશ્વવિખ્યાત ખોડલધામ મંદિર આસપાસના વિસ્તારમાં સિંહના આંટાફેરા જોવા મળ્યા છે. આ ઘટનાને કારણે ખેડૂતો અને સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે, જેના પગલે વન વિભાગને જાણ કરવામાં આવી છે. રાત્રિના સમયે ખેતરો અને ખુલ્લા વિસ્તારોમાં સિંહ દેખાવાની ઘટનાઓ સામે આવી રહી છે, જેનાથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે.
ખોડલધામ મંદિર નજીકના ખુલ્લા વિડી જેવા વિસ્તારમાં સિંહની હાજરી નોંધાઈ છે.સિંહના આંટાફેરાના કારણે પશુપાલકો અને ખેડૂતોમાં ભય ફેલાયો છે. સ્થાનિક લોકોએ વન વિભાગને તાત્કાલિક પેટ્રોલિંગ વધારવા અને સિંહને સુરક્ષિત રીતે જંગલ વિસ્તારમાં ખસેડવાની માંગ કરી છે. આ ઉપરાંત, મંદિર દર્શન માટે આવતા ભાવિકો તથા વાહનચાલકોને પણ સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. વન વિભાગ દ્વારા આ વિસ્તારમાં સિંહની ગતિવિધિઓ પર નજર રાખવામાં આવી રહી છે.
