લાયન સફારીપાર્કનું કામ છેડે આવીને ખટક્યું, વધારાના 8 કરોડનો વેંત ન થતા કામ બંધ

44.29 કરોડનુ ભંડોળ પૂરુ, કામ 90 ટકાએ પૂરુ થઇ ગયુ છે, એન્ટ્રન્સ પ્લાઝા અને વિઝીટર એમીનીટીઝ માટે વધારાના ખર્ચની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીએ ઠાગે ચડાવી જે…

44.29 કરોડનુ ભંડોળ પૂરુ, કામ 90 ટકાએ પૂરુ થઇ ગયુ છે, એન્ટ્રન્સ પ્લાઝા અને વિઝીટર એમીનીટીઝ માટે વધારાના ખર્ચની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીએ ઠાગે ચડાવી

જે રીતે સાસણમાં સિંહ સદનની ખુલ્લી જીપમાં અને દેવળિયાપાર્કમાં બસમાં બેસીને તદન નજીકથી વનરાજને ખુલ્લામાં વિહરતા નિહાળી શકાય છે એવી જ રીતે પ્રદ્યુમનપાર્ક પાછળ બનનાર લાયન સફારી પાર્કમાં સાવજોને ખુલ્લામાં ફરતા નજીકથી જોઇ શકાશે. આ મહત્વકાંક્ષી યોજના શરૂૂ કરવામા આવી હતી ત્યારે ખર્ચનો અંદાજ 44.29 કરોડ હતો. એ મુજબ ભંડોળ હવે છેલ્લે આવીને ખાલી થઇ ગયુ છે. કામ 90 ટકા પુર્ણ થઇ ચુક્યુ છે. પણ હજુ એન્ટ્રન્સ પ્લાઝા અને વિઝીટર એમીનીટીઝ માટે રૂૂ.7.94 કરોડના વધારાના ખર્ચની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીએ ઠાગે ચડાવી દેતા હાલ છેલ્લા બે મહિનાથી સફારી પાર્કનું કામ ઠપ્પ થઇને પડ્યુ છે.

રાજકોટના સીમાડે લાયન સફારી પાર્ક ખુલ્લું થવાની સહેલાણીઓ રાહ જોઇ રહ્યા છે ત્યારે જ મનપાએ હવે પાર્કનું ક્ષેત્રફળ 10000ચોરસ મીટર વધારી વધુ સુવિધા આપવા રૂૂ.8 કરોડના ખર્ચ ની મંજૂરી માંગતા હવે આ પ્રોજેક્ટ ટલ્લે ચડી ગયો છે. શહેરીજનોને હરવાફરવાનું એક વધુ સ્થળ મળે તે માટે મહાનગરપાલિકા દ્વારા ઇસ્ટઝોન ખાતે ઝૂની બાજુમાં આવેલ જગ્યા પર એશિયાટીક લાયન સફારી પાર્ક બનાવવાનો નિર્ણય લઇ સરકારમાં દરખાસ્ત રજૂ કરેલ જેને મંજૂરી મળતા પાર્કનું કામ પુરજોરમાં શરૂૂૂ કરવામાં આવ્યું છે. રૂૂા.44 કરોડના ખર્ચે 29 હેકટર જગ્યા પર લાયન સફારી પાર્કની 80 ટકા કામગીરી પૂર્ણ થયા બાદ ગત જૂન મહિનામાં લોકાર્પણ થવાની જાહેરાત તંત્ર એ કરી હતી.

લાયન સફારી પાર્કનું સાત ફેઇઝમાં કામ કરવાનું હતું જે પૈકી કમ્પાઉંડ વોલ તથા ફેન્સીંગ અને મેઇન ગેઇટ, ઇલેકટ્રીક વાહન ટુ વે એન્ટ્રી એકિઝટ મોટા રસ્તાઓ નાના તળાવ ચેક ડેમ આયુર્વેદ વર્ક સહિતના કામો પણ પૂર્ણ થવામાં છે. બાકીના બે ફેઇઝનું કામ પણ ઝડપથી પૂરું થઈ જશે પરંતુ કામમાં વધારો થતા હવે ખુલ્લુ મૂકવાની ની મુદત વધારવામાં આવશે. મહાપાલિકા હસ્તકની 29 હેક્ટર જગ્યા ઉપર એશિયાટિક લાયન સફારી પાર્ક બનાવવાની જાહેરાત કરાયા બાદ કેન્દ્ર સરકારની ઝૂ ઓથોરિટી દ્વારા મંજૂરી અપાયા બાદ લાયન સફારી પાર્કના નિર્માણનું કાર્ય પૂરજોશમાં શરૂૂૂૂ કરી દેવાયું હતું અને સમયમર્યાદા જૂન-2026 નક્કી કરવામાં આવી હતી પરંતુ હવે વધુ સુવિધા આપવા માટે જમીનનું ક્ષેત્રફળ વધારતા ખર્ચ ની દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે.

હાલ ચેઈનલિન્ક ફેન્સીંગ તેમજ કમ્પાઉન્ડ વોલ, ઈન્સ્પેક્શન પાથ, ઈન્ટરનલ રોડ, ટુ-વે ગેઈટનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. જ્યારે પ્રાણીઓ માટેનું નાઈટ શેલ્ટર (રાત્રિના સમયે રહેવાની સુવિધા), જીએસઆર, સહિતનું કામ પણ પૂર્ણ થવામાં છે અને હવે એન્ટ્રસ્ટ પ્લાઝા સહિતની વધુ સુવિધાઓ આપવા સમય લંબાવવામાં આવ્યો છે સહેલાણીઓને ફરવાનું સ્થળની સાથો સાથ તેમનું લોકેશન ટ્રેસ કરવા માટે ઈન્ટર કનેક્ટેડ રોડ પણ બનાવવામાં આવ્યાછે. લાયન સાસણમાં જે પ્રકારે સિંહદર્શન થાય છે તે રાજકોટમાં જ કરી શકાશે રાજકોટ સફારી પાર્ક એવા પ્રવાસીઓ માટે એક વિકલ્પ પૂરો પાડશે તેવી અપેક્ષા છે જેઓ ઉનાળા, દિવાળી અને નાતાલની રજાઓ જેવા પીક સમયગાળા દરમિયાન સાસણ ગીર માટે પરમિટ મેળવવામાં અસમર્થ હોય છે. મુલાકાતીઓ પહેલા રાજકોટ સફારીની મુલાકાત લેવાનું પસંદ કરી શકે છે અને પછી જૂનાગઢ અને ગીર સોમનાથની મુસાફરી કરી શકે છે, જે વ્યાપક ગીર પર્યટન સર્કિટનો ભાગ છે.

જન્માષ્ટમી પર ખુલ્લુ મુકાવાનું હતું, દીવાળી પણ ગઇ અને વેકેશન પણ પૂરુ થઇ ગયુ
સૌ પ્રથમ સફારી પાર્ક ખુલ્લુ મુકવાની ડેડલાઇન ગત જૂન મહિનો અપાયો હતો. એ વખતે કામ લગભગ 90 ટકા પુર્ણતાના આરે હતુ પરંતુ વધારાની જગ્યા અને એ મુજબ વધારાના કામની જરૂૂરિયાત પડતા જન્માષ્ટમી પર લોકાર્પણ કરવાની જાહેરાત થઇ હતી. સાતમ-આઠમના તહેવારમાં લોકો સફારી પાર્કનો આનંદ માણી શકશે તેવી જાહેરાત શાસકોએ મોટા ઉપાડે કરી હતી. જન્માષ્ટમી પણ ચાલી ગઇ, દીવાળીનો તહેવાર પણ ગયો, વેકેશન પણ પુર્ણ થઇ ગયુ. એમછતા હજુ સુધી વધારાના ખર્ચ મંજૂરીનુ કોકળુ ગુંચવાયેલુ જ છે.

સફારીપાર્કને અનુરૂપ ફોરેસ્ટ માટે 1.90 કરોડનો ખર્ચ હજુ બાકી
વધારાના કામનો ખર્ચ કોન્ટ્રાક્ટરને ચૂકવણા માટે સંબંધિત શાખા અધિકારી દ્વારા ફાઇલ મ્યુ. કમિશનરને મોકલવામા આવી છે. આગામી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રજૂ થવાની શક્યતા છે. આ દરખાસ્ત ઉપર મંજૂરીની મહોર લાગતા જ સાસણ જેવા લાયન સફારી પાર્કનું કામ ફરી શરૂૂ થશે તેવો આશાવાદ છે. આ સાથે ગાર્ડન વિભાગે પણ પાર્કમાં પ્રાણીઓ ફરતા હોય તેવા વિસ્તાર અને આસપાસમાં કુલ રૂૂ. 1.90 કરોડના ખર્ચે ઘનિષ્ઠ વૃક્ષારોપણ તથા 5 વર્ષ મેન્ટેનન્સની દરખાસ્ત પણ થવાની શક્યતા છે. જેથી મુલાકાતીઓને પાર્કની આસપાસ અસલી જંગલનો અહેસાસ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *