પ્રતિ રન રૂા.14000 ઉપરાંત જાહેરખબરથી પણ ધૂમ આવક
માત્ર 15 વર્ષની નાની ઉંમરે વૈભવ સૂર્યવંશીએ IPLમાં ધૂમ મચાવી દીધી હતી. તેણે માત્ર 16 મેચમાં તાબડતોબ બેટિંગ કરીને 776 રન બનાવ્યા હતા. જેના લીધે તેને ’ઓરેન્જ કેપ’ અને ’મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર’ એવોર્ડ પણ મળ્યા હતા. આ દરમિયાન જેમ-જેમ વૈભવના બેટથી રન વધી રહ્યા છે, તેમ-તેમ તેના પૈસા પણ વધી રહ્યા છે. વૈભવ IPLમાંથી લગભગ 1.10 કરોડ રૂૂપિયા કમાય છે, જેને પ્રતિ રન મુજબ ગણીએ તો, તેને દરેક રન બનાવવા માટે લગભગ 14,000 રૂૂપિયા મળ્યા હતા.
વૈભવના પ્રભાવશાળી પ્રદર્શનને કારણે, તેની બ્રાન્ડ વેલ્યુ આસમાને પહોંચી ગઈ છે અને તેની એન્ડોર્સમેન્ટ ફી પ્રતિ ડીલ ₹50 લાખથી વધીને આશરે ₹1.5 કરોડથી ₹2 કરોડ સુધી પહોંચી ગઈ છે. આઇપીએલના નિયમોને કારણે, હાલમાં તેનો પગાર બદલાતો નથી, પરંતુ બ્રાન્ડ માર્કેટમાં તેની વેલ્યૂ ખૂબ ઝડપથી વધી ગઈ છે. ક્રિકેટની દુનિયામાં ધૂમ મચાવનારા ક્રિકેટરો જાહેરાતની દુનિયામાં તરત જ ફેમસ થઈ જાય છે. જોકે, વૈભવના કિસ્સામાં આવું નથી. તે હાલમાં મર્યાદિત જાહેરાતોમાં દેખાઈ રહ્યો છે.
