ગુજરાતમાં આગામી 6 દિવસથી ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવાવામાં આવી છે. હવામાન વિભાગે આપેલી વિગતો પ્રમાણે આજથી લઈને 8 ઓગસ્ટ સુધી આવું જ વાતાવરણ રહેવાનું છે.
હવામાન વિભાગે આપેલી વિગતો પ્રમાણે આગામી 8 ઓગસ્ટ સુધી દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતાઓ છે. જેમાં ખાસ કરીને સુરત, નવસારી, છોટાઉદેપુર, વલસાડ, દમણ, વડોદરા, ભરૂૂચ, તાપી, ડાંગ, નર્મદા, દાદરા નગર હવેલીમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે 18મી ઓગસ્ટથી 22મી ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદ પણ થઈ શકે છે. જ્યારે સમગ્ર રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.આગામી 6 દિવસ સુધી કચ્છમાં નહિવત સમાન વરસાદની સંભાવના છે. જો કે, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં હળવો વરસાદ થવાનો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે નર્મદા, ભરૂૂચ, સુરત, ડાંગ, પંચમહાલ, અરવલ્લી, ખેડા, આણંદ, પોરબંદર, જૂનાગઢ, દાહોદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, બોટાદ, મોરબી, કચ્છ, ભાવનગર, વલસાડ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, તાપી, નવસારી, ગીર સોમનાથ, અમરેલી અને દ્વારકા જેવા જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સીઝનની થયેલા વરસાદની વાત કરવામાં આવે તો, 1 જૂનથી 31 જુલાઈ સુધીમાં રાજ્યમાં સામાન્ય કરતાં 27% વધારે વરસાદ નોંધાયો છે.
જ્યારે સમગ્ર ગુજરાતમાં સરેરાશ 30%થી પણ વધારે વરસાદ પડ્યો છે. ઝોનની વાત કરીએ તો, સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં 23% વરસાદ નોંધાયો છે. પરંતુ ઓગસ્ટમાં વરસાદની શક્યતાઓ ઓછી છે. સમગ્ર ગુજરાતમાં માત્ર હળવાથી મધ્યમ વરસાદની આગાહી જ કરવામાં આવી છે.
