જિંદગી તેરા સર સદા બુલંદ રખા હૈ, ઝૂકાને કી તાકત નહીં તલવાર મેં

મહિલા રેસલર વિનેશ ફોગાટ પર 26 જૂન સુધી રેસલિંગ પર પ્રતિબંધ મુકાયા બાદ તેણે હિન્દી શાયરી દ્વારા પોતાની પ્રતિક્રિયા આપી હતી. શિસ્તનું પાલન ન કરવા…

મહિલા રેસલર વિનેશ ફોગાટ પર 26 જૂન સુધી રેસલિંગ પર પ્રતિબંધ મુકાયા બાદ તેણે હિન્દી શાયરી દ્વારા પોતાની પ્રતિક્રિયા આપી હતી. શિસ્તનું પાલન ન કરવા અને ડોપિંગવિરોધી નિયમોના ઉલ્લંઘન બદલ રેસલિંગ ફેડરેશન ઑફ ઇન્ડિયા (WFI)એ તેને કારણ દર્શક નોટિસ મોકલીને 26 જૂન સુધી તેના પર પ્રતિબંધ મૂક્યો છે.

વિનેશ ફોગાટે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું છે, ’ઝિંદગી ફંસી હૈ કિસી મઝધાર મેં, ઝમાના ઢૂંઢતા હૈ ખામી મેરે કિરદાર મેં. ઝિંદગી તેરા સર સદા બુલંદ રખ્ખા હૈ, ઝુકાને કી તાકત નહીં કિસી તલવાર મેં.’ જોકે વિનેશ ફોગાટે 14 દિવસની અંદર કારણ દર્શક નોટિસનો જવાબ આપવાનો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *