ગુજરાત અગનભઠ્ઠો બન્યું; તાપમાન 45 ડીગ્રીને પાર થતાં ઓરેન્જ એલર્ટ

સોમવારે બપોરે મધ્યાહને રાજ્યમાં સૌથી વધુ સુરેન્દ્રનગરમાં 45.5 અને કંડલામાં 45.4 ડીગ્રીએ રિતસર આગ વરસી રાજકોટ હીટવેવના ભરડામાં આવતા જનજીવન પ્રભાવિત થઇ ચુક્યુ છે. બપોરે…

સોમવારે બપોરે મધ્યાહને રાજ્યમાં સૌથી વધુ સુરેન્દ્રનગરમાં 45.5 અને કંડલામાં 45.4 ડીગ્રીએ રિતસર આગ વરસી

રાજકોટ હીટવેવના ભરડામાં આવતા જનજીવન પ્રભાવિત થઇ ચુક્યુ છે. બપોરે 1 થી 4 વચ્ચે તો ઘરની બહાર નીકળવુ આકરુ થઇ પડે છે. યલ્લો એલર્ટ વચ્ચે મહતમ તાપમાન ગઇકાલે 45 ડીગ્રીને પણ વટી ગયુ છે. ગઇકાલે બપોરે 3 વાગ્યાના મધ્યાહને રાજ્યમાં સૌથી વધુ સુરેન્દ્રનગરમાં 45.5 ડીગ્રી સાથે આકાશ અગનભઠ્ઠો બનીને વરસ્યુ હતુ. ગઇકાલ સુધી રાજ્યમાં યલ્લો એલર્ટ હતુ પરંતુ આજે હવામાન ખાતાએ ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે. ઓરેન્જ એલર્ટ એટલે 45 ડીગ્રીથી વધુ વરસતી આગ વચ્ચે ભયજનક કહી શકાય તેવી ચેતવણી
સમગ્ર સૌરાષ્ટ્ર જાણે અગનગોળો બનતો જતો હોય તેમ તાપમાનનો પારો સતત ઉંચે ચડી રહ્યો છે.

હજુ તો આવતા એક સપ્તાહમાં તાપમાન વધે તેવી સંભાવના પણ હવામાન ખાતાએ વ્યક્ત કરેલી છે. અસહ્ય તાપ અને બફારાની સાથે અંગ દઝાડતી લૂ પણ વરસી રહી છે. રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્રના અન્ય શહેરોમાં પણ અહસ્ય તાપ અકળાવી રહ્યો છે. હવામાન ખાતાના સતાવાર આંકડા મુજબ ગઇકાલે રાજ્યમાં સર્વાધિક સુરેન્દ્રનગમાં 45.5 ડીગ્રી નોંધાયુ હતુ. જ્યારે કંડલામાં 45.4 ડીગ્રીએ આગ વરસી હતી. તો રાજકોટ શહેરમાં પણ ગઇકાલે બપોરે 3 થી 4 દરમિયાન પારો 44 ડીગ્રીને આંબી ગયો હોવનું મહાનગરપાલિકાએ વિવિધ વિસ્તારમાં મુકેલા એનવાયરમેન્ટ સેન્સરમાં નોંધાયુ હતુ. જ્યારે અમદાવાદ અને ગાંધીનગર પણ પાછળ નથી, અહીં પણ 44 ડીગ્રી તાપમાન રહ્યુ હતુ.

દેશના 11 રાજ્યમાં વાવાઝોડુ – ભારે વરસાદની આગાહી
ભારતીય હવામાન વિભાગ (IMD) એ રજૂ કરેલા તાજા અહેવાલો મુજબ, દેશના ભૌગોલિક ભાગોમાં બે અલગ-અલગ પરિસ્થિતિઓ જોવા મળી રહી છે. ગુજરાત અને રાજસ્થાન જેવા પશ્ચિમના રાજ્યોમાં આકરી ગરમીનું ‘ઓરેન્જ એલર્ટ’ છે, તો બીજી બાજુ જ્યારે દિલ્હી, ઉત્તર પ્રદેશ અને બિહાર સહિતના 11 રાજ્યોમાં વાવાઝોડા અને વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *