ભાવનગરમાં સ્પાની આડમાં કૂટણખાનું ચલાવતા ત્રણ સ્પાના લાઈસન્સ રદ કરાયા

ભાવનગર વાઘાવાડી રોડ ઉપર આવેલ ઇવા સુરભી મોલમાં આવેલ આઇકોનિક વેલનેસ સ્પા, ઓશીયન ડેઆર હમામ સ્પા અને અવેદા ફેમિલી સ્પામાં ગત રોજ તા. 11 ઓકટોમબર…

ભાવનગર વાઘાવાડી રોડ ઉપર આવેલ ઇવા સુરભી મોલમાં આવેલ આઇકોનિક વેલનેસ સ્પા, ઓશીયન ડેઆર હમામ સ્પા અને અવેદા ફેમિલી સ્પામાં ગત રોજ તા. 11 ઓકટોમબર 2025ના રોજ પોલીસે રેઈડ કરતા મસાજની આડમાં દેહ વ્યાપાર થતો હોવાનું જણાય આવતા ત્યાં રેઈડ કરી સંચાલક તથા માલીક ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ. અને ત્યારબાદ ભાવનગર મહાનગરપાલીકામાં આવા મસાજની આડમાં દેહ વ્યાપારનો ધંધો કરી સ્પા ચલાવતા સંચાલકો/માલીકોના શોપેક લાયસન્સ રદ કરવા સારૂૂ નિલમબાગ પોલીસ સ્ટેશન દ્વારા રિપોર્ટ કરતા ભાવનગર મહાનગરપાલીકા દ્રારા આઈકોનિક વેલનેસ સ્પા 309 અક્ષરવાડી પાસે, ઇવા સુરભી મોલ, વાઘાવાડી રોડ ભાવનગર, ઓશીયન ડેઆર હમામ સ્પા જી-18, ઈવા સુરભી કોમ્પ્લેક્ષ, વાઘાવાડી રોડ, ભાવનગર અને સીટી સ્પા 303, ત્રીજો માળ, ટ્રેડ સેન્ટર, કાળાનાળા ભાવનગરના સ્પાના લાયસન્સ રદ કરાવી નિલમબાગ પોલીસ સ્ટેશન દ્રારા પરિણામલક્ષી કાર્યવાહી કરાઈ હતી.

જુગાર રમતા ચાર ઝડપાયા
ભાવનગરની ગંગાજળિયા પોલીસે શહેરના કરચચલયાપરા ધનાનગર મેલડી માતાજીના મંદિર પાછળ દરોડો પાડી જુગાર રમતા રાહુલ ઉર્ફે બોમ ભરતભાઈ વાજા, વિજય ઉર્ફે નાનીજગદિશભાઈ ગોહેલ, સંજય ઉર્ફે ડેબો કાંતીભાઈ સોલંકી, રાકેશ ઉર્ફે રાકુ ભાનુભાઈ મેરને પટમાં પડેલા રોકડા રૂૂ.1,970 સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *