ચાલો સોમનાથ… ચાલો સોમનાથ, ત્રણ દિવસ ખાસ ટ્રેનો શરૂ

રાજકોટ-અમદાવાદ-સુરત-વડોદરાથી રોજ સોમનાથ દર્શને લઈ જશે; રાજકોટથી પ્રથમ ટ્રેનમાં 1150 યાત્રિકો પહોંચ્યા સોમનાથ સ્વાભિમાન પર્વનો આજથી પ્રારંભ થતાં રાજ્યના ચાર મહાનગરો રાજકોટ-અમદાવાદ-સુરત અને વડોદરાથી ભાવિકોને…

રાજકોટ-અમદાવાદ-સુરત-વડોદરાથી રોજ સોમનાથ દર્શને લઈ જશે; રાજકોટથી પ્રથમ ટ્રેનમાં 1150 યાત્રિકો પહોંચ્યા

સોમનાથ સ્વાભિમાન પર્વનો આજથી પ્રારંભ થતાં રાજ્યના ચાર મહાનગરો રાજકોટ-અમદાવાદ-સુરત અને વડોદરાથી ભાવિકોને સોમનાથ લઈ જવા અને પરત લાવવા વધારાની ટ્રેનો શરૂ કરાઈ છે. ગત રાત્રે રાજકોટથી હર હર મહાદેવના નાદ સાથે 1150 યાત્રિકોને લઈને ટ્રેન રવાના થઈ હતી અને આજે વહેલી પરોઢીયે સોમનાથ પહોંચી હતી. આજ રીતે અન્ય ત્રણ મહાનગરોમાંથી પણ યાત્રિકોને લઈને ત્રણ ટ્રેનો સોમનાથ પહોંચી હતી.
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે તા. 08 જાન્યુઆરીથી 11 જાન્યુઆરી સુધી “સોમનાથ સ્વાભિમાન પર્વ”ની ઉજવણી શરૂૂ થવા આ પર્વમાં રાજ્યના લોકો સરળતાથી જોડાઈ શકે તે માટે અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા એમ ચાર કેન્દ્રો ખાતેથી વિશેષ ટ્રેન શરૂૂ કરવામાં આવી છે. જેના ભાગરૂૂપે ગતરાત્રે રાજકોટથી વિશેષ ટ્રેન શરૂૂ કરવામાં આવી છે. જેમાં 1150 જેટલા યાત્રાળુઓએ સોમનાથ પ્રયાણ કર્યું હતું.

રાજકોટ રેલવે સ્ટેશન ખાતેથી મેયર શ્રીમતી નયનાબહેન પેઢડિયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી જયમીન ઠાકર, અગ્રણી શ્રી માધવ દવે, નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી હર્ષદ પટેલ, જિલ્લા પુરવઠા અધિકારી શ્રી અજય ઝાપડા વગેરેની ઉપસ્થિતિમાં રાતે 11.30 કલાકે ભક્તિ, ઉત્સાહ અને ઉમંગભર્યા માહોલમાં ટ્રેનને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. રાજકોટથી મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહભેર “જય સોમનાથ”ના નાદ સાથે ટ્રેનમાં સોમનાથ પ્રયાણ કર્યું હતું. નોંધનીય છે કે સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણીમાં સહભાગી થવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તા.10 અને 11 જાન્યુઆરીના રોજ સોમનાથ પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે, તા.08, 09 અને 10 દરમિયાન અનેકવિધ કાર્યક્રમો થકી સોમનાથની સંસ્કૃતિ ઉજાગર કરવાનો પ્રયાસ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *