પ્રભાસપાટણ મા રહેતો ઉત્સવ માનસિંહભાઈ ચાવડા ધોરણ 12 મા તાલલા ખાતે આવેલ ફોટોન સંકુલ મા અભ્યાસ કરતો હતો અને રાત્રે ના 12 કલાક ના અરસામાં દિપડા દ્વારા હુમલો કરવામાં આવેલ જેથી વેરાવળ ખાતે સારવાર મા ખસેડવામાં આવેલ છે.
પ્રભાસપાટણ ના રહેવાસી માનસિંહભાઈ ચાવડા નો પુત્ર ઉત્સવ ધોરણ 12 મા તાલાલા ખાતે આવેલ ફોટોન સંકુલ મા અભ્યાસ કરતો હતો અને આ સંકુલમાં 11,12 સાયન્સ હોવાથી રાત્રી ના સમયે પણ વિધાથીરઓ વાંચતા હોય છે જેથી રાત્રી ના 12 કલાક ના અરસામાં ઉત્સવ ચાવડા શોષક્રિયા માટે ગયેલ અને સ્કુલ ના ગેટ ઉપર દિપડા દ્વારા હુમલો કરતા માથા અને ગળા ના ભાગે ગંભીર ઈજા પહોંચાડી છે અને આ બાબત ની જાણ થતાં આ ઉત્સવ ને તાત્કાલિક વેરાવળ સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવેલ અને ત્યાંથી વધુ સારવાર માટે વિમ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ જ્યાં તેમની સારવાર ચાલુ છે.
આ બાબતે તેમના પિતા માનસિંહભાઈ ચાવડા એ જણાવ્યું કે મારા પુત્ર ઉત્સવ ઉપર જ્યારે રાત્રી ના દિપડા દ્વારા હુમલો કરવામાં આવેલ ત્યારે આ 17 વર્ષ ના ઉત્સવ એ હિંમત બતાવી અને દિપડા નો સામનો કરી અને રાડારાડ કરતા અન્ય વિધાથીરઓ ભેગા થય જતા દિપડો ભાગી ગયો અને ચમત્કારી રીતે બચાવ થયેલ છે અને હાલ સારવાર થય રહેલ છે. આ ઘટનામાં સુત્રોમાંથી જાણવા મળ્યુ હતુ કે, વન વિભાગે પાંજરુ મુકી દીપડાને પકડી લીધો હતો.
