60 વર્ષના વૃદ્ધના કબજા માટે બહેન અને મહિલા પાર્ટનર વચ્ચે હાઇકોર્ટમાં કાનૂની જંગી

વર્ષ 1996થી શરૂૂ થયેલી 30 વર્ષની રિલેશનશિપ અને વિના લગ્ને સંતાને એક બાળક… પુરુષ અને મહિલા બંને પાર્ટનરને હાલ એકબીજા સાથે રહેવું છે, પરંતુ આડખીલી…

વર્ષ 1996થી શરૂૂ થયેલી 30 વર્ષની રિલેશનશિપ અને વિના લગ્ને સંતાને એક બાળક… પુરુષ અને મહિલા બંને પાર્ટનરને હાલ એકબીજા સાથે રહેવું છે, પરંતુ આડખીલી રૂૂપ બની રહી છે પુરુષ પાર્ટનરની બહેન…. અમદાવાદનો કંઈક આવો જ કિસ્સો હાલ ગુજરાત હાઈકોર્ટે પહોંચતા ચર્ચામાં આવ્યો છે. જ્યાં 30-30 વર્ષ રિલેશનશિપમાં રહ્યા બાદ અને વિના લગ્નએ સંતાને એક બાળક થયા બાદ હવે ફરી એકવાર એ જ 60 વર્ષિય પુરુષ પાર્ટનરને પામવા મહિલાએ હાઈકોર્ટેના દ્વાર ખખડાવ્યા પડ્યા છે.

વિગેત વાત કરીએ તો, અમદાવાદમાં પ્રેમ-પ્રકરણનો એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં 60 વર્ષીય વૃદ્ધને લઈને તેમની મહિલા પાર્ટનરે હેબિયસ કોર્પસની અરજી દાખલ કરી છે. અરજી મુજબ, અરજદાર મહિલા અને કોર્પસ તરીકે દર્શાવાયેલા વૃદ્ધ વર્ષ 1996થી એટલે કે છેલ્લા 30 વર્ષથી રિલેશનશિપમાં છે. બંને કાયદેસર લગ્ન કર્યા વિના લાંબા સમયથી અમદાવાદમાં સાથે રહેતા હતા અને તેમને એક પુત્ર પણ છે. જોકે હાલ આ વૃદ્ધને તેની બહેને કબજામાં કરી મળવા ન દેતી હોવાના આરોપો સાથે મહિલા કોર્ટે પહોંચી હતી.

વૃદ્ધની 60 વર્ષીય મહિલા પાર્ટનરે હાઈકોર્ટનો દરવાજો ખખડાવી આરોપ લગાવ્યો છે કે, તેના પાર્ટનરને તેની બહેને નશાકારક પદાર્થો આપીને પોતાના કબ્જામાં રાખ્યા છે અને તેને મળવા દેવામાં આવતા નથી. અરજી મુજબ વૃદ્ધની બહેનેતબિયત ખરાબ હોવાનું કહી તેમને ગાંધીનગર સ્થિત ઘરે બોલાવ્યા હતા. ત્યાર બાદ ફેબ્રુઆરી 2026થી વૃદ્ધ અરજદારના સંપર્કમાં રહ્યા નથી. વૃદ્ધની સારવાર અમદાવાદમાં ચાલી રહી હોવા છતાં તેની બહેન અરજદારને મળવા દેતી ન હોવાનું પણ અરજીમાં ઉલ્લેખાયું છે. આ મામલે અરજદાર મહિલાએ સ્થાનિક PI તેમજ પોલીસ કમિશનર સમક્ષ રજૂઆતો કરી હોવા છતાં કોઈ અસરકારક કાર્યવાહી ન થતાં હોવાનો દાવો કરાઈ રહ્યો છે.

જેથી આ મહિલા દ્વારા અંતે ગુજરાત હાઇકોર્ટમાં હેબિયસ કોર્પસ અરજી દાખલ કરવામાં આવી હતી. જે અંગે હાઈકોર્ટમાં સુનવણી હાથ ધરાતા આ મામલો ચર્ચાનો વિષય બન્યો છે. હેબિયર્સ કોર્પસ દાખલ થયા બાદ હાઇકોર્ટેમાં સુનાવણી દરમિયાન વૃદ્ધને રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં તેઓ અસ્વસ્થ હાલતમાં દેખાતા હતા. જોકે કોર્ટ સમક્ષ વૃદ્ધે પોતાની મહિલા પાર્ટનર સાથે રહેવાની ઇચ્છા પણ વ્યક્ત કરી હતી. તો બીજી તરફ વૃદ્ધની બહેને કોર્ટમાં દલીલ કરી હતી કે, તેના ભાઈની મહિલા પાર્ટનરની નજર પરિવારની સંપત્તિ ઉપર છે. જોકે બહેન દ્વારા જવાબ રજૂ કરવા માટે સમય માંગવામાં આવતા હાઈકોર્ટે મામલાની વધુ સુનાવણી જૂન મહિનામાં મુકરર કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *