ઉપલેટા તાલુકા ખાતે મહેસુલ ભવન, બસ સ્ટેશન ઉપલેટા-ઘોરાજી તથા ઉપલેટા પાટણવાવ રોડ પરના અલગ અલગ પુલોનું તા:-20/04/202પ ના રોજ મંત્રી મનસુખભાઇ માંડવીયાના હસ્તે ખાત મુહુર્ત કરવામાં આવ્યુ. આ ખાત મુહુર્તમાં ડો.મહેન્દ્રભાઇ પાડલીયા,ઘારાસભ્ય ઉપલેટા-ઘોરાજી , પ્રાંત અઘિકારી ઘોરાજી, મામલતદાર શ્રી ઉપલેટા, પ્રમુખશ્રી નગરપાલીકા ઉપલેટા-ભાયાવદર, પ્રમુખ તાલુકા પંચાયત ઉપલેટા, મહામંત્રી જિલ્લા ભાજપ, જિલ્લા પંચાયતશ્રી સદસ્યશ્રીઓ, તાલુકા પંચાયત સદસ્યશ્રીઓ તાલુકાના આગેવાનઓ, પદાઘીકારીઓ તથા વિશાળ સંખ્યામાં નાગરીકો જોડાયા હતા.
ઉપલેટા મહેસુલ ભવનના ખાતમુહુર્તમાં વિશેષતા એ હતી કે ઉપલેટા તાલુકામાં આવેલા કુલ-પ1 ગામો તથા 2 નગરપાલીકા વિસ્તારમાંથી કુવારીંકા દિકરી જે તે ગામની માટી કળશમાં ભરી લાવેલ તથા ઉપલેટા તાલુકામાંથી પસાર થતી મુખ્ય ત્રણ મોટી નદીઓ ભાદર,વેણુ તથા મોજ નું પવિત્ર પાણી કળશમાં ભરી લાવવામાં આવેલ. ઉપલેટા મહેસુલ સેવા સદનના ખાત મુહુર્ત વખતે તાલુકાના તમામ ગામોની માટી દિકરીઓના હસ્તે પઘરાવી તથા ત્રણ પવિત્ર નદિઓના પાણી માન. મંત્રીશ્રી મનસુખભાઇ માંડવીયા, ઘારાસભ્યશ્રી મહેન્દ્ર પાડલીયા,પ્રાંત અઘિકરીશ્રી, ઘોરાજી તથા મામલતદારશ્રી ઉપલેટા હસ્તે પઘરાવી તાલુકાના દરેક ગામોનું ભાવનાત્મક જોડાણ આ મહેસુલ ભવન સાથે કરવામાં આવેલ છે. આવા સુંદર વિચારની અમલવારી મામલદાર ઉપલેટા દ્રાર શ્રી કલેકટર સાહેબ, રાજકોટ તથા પ્રાંત અઘિકારી શ્રી, ઘોરાજીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ હતી.
