જેતપુરમાં સરકારી ક્ધયા શાળા નં.14ના નવા ભવનનું ખાતમુહૂર્ત

જેતપુર શહેરના નવાગઢ વિસ્તાર સ્થિત નગરપાલિકા સંચાલિત સરકારી ક્ધયા શાળા નં. 14ના રૂૂ. 2.39 કરોડના ખર્ચે નિર્માણ થનાર નવા ભવનનું ખાતમુહૂર્ત ધારાસભ્ય યુવા નેતા જયેશ…

જેતપુર શહેરના નવાગઢ વિસ્તાર સ્થિત નગરપાલિકા સંચાલિત સરકારી ક્ધયા શાળા નં. 14ના રૂૂ. 2.39 કરોડના ખર્ચે નિર્માણ થનાર નવા ભવનનું ખાતમુહૂર્ત ધારાસભ્ય યુવા નેતા જયેશ રાદડિયા દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શહેર અને સમાજના અનેક આગેવાનો તેમજ શિક્ષણપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં જેતપુર નગરપાલિકા મેનાબેન રાજેશભાઈ ઉસદડિયા, ઉપપ્રમુખ સ્વાતિબેન સંજયભાઈ જોટાંગિયા, નગરપાલિકા સદસ્ય બિદીયાબેન મકવાણા, જેતપુર શહેર ભાજપ પ્રમુખ રાહુલ અસનાની, જેતપુર ડાઈ એન્ડ પ્રિન્ટિંગ એસોસિયેશન પ્રમુખ જેન્તીભાઈ રામોલિયા, માર્કેટિંગ યાર્ડ પ્રમુખ જમનભાઈ ભૂવા સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય જયેશ રાદડિયાએ સ્કૂલની દીકરીઓ તથા શિક્ષકગણને અભિનંદન પાઠવિયા હતા. નવા ભવનના નિર્માણથી શાળાને આધુનિક વર્ગખંડો, સુવિધાસભર માળખું અને શૈક્ષણિક વાતાવરણ મળશે, જેથી વિદ્યાર્થિનીઓના સર્વાંગી વિકાસમાં મદદ મળશે. શહેરમાં શિક્ષણ ક્ષેત્રે આ એક મહત્વપૂર્ણ પગલું ગણાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *