રાજયમાં સૌથી વધુ કલેઇમ કેસનો નિવેડો આવતા ડિસ્ટ્રિકટ જજે વકીલો અને વીમા કંપનીના અધિકારીને સન્માનિત કર્યા
રાજકોટ ડીસ્ટ્રીકટ કોર્ટ ખાતે યોજાયેલી તા.13/12/2025નાં લોક-અદાલતમાં વાહન અકસ્માતથી થયેલ કુલ 388 કલેઈમ કેસો કોમ્પ્રોમાઈસથી ડીસ્પોઝ થતાં સમગ્ર ગુજરાતમાં રાજકોટની કોર્ટનો ડંકો વાગ્યો હતો.સૌથી વધુ કલેઈમ કેસોમા ફાઈલ થતાં અને અરજદારોને વધુમા વધુ રકમ મળે તેવા હેતુથી વકીલ એ વીમા કંપનીના વકીલો તથા ઓફિસરો સાથે બેસીને હાલની મોંઘવારીને ધ્યાનમાં રાખીને મીનીમમ વેજીસ મુજબ અરજદારની આવક, ઉંમર, કાયમીખોડ, ગુજરનારનાં વારસદારોને ભવિષ્યની આવકની નુકશાની વિગેરે બાબતોને લક્ષમા લઈને પોતાના અરજદારોને વધુમા વધુ રકમ મળે તે હેતુથી લોકઅદાલતમાં સૌથી વધુ કેસોમાં કરોડોનું જંગી વળતર મંજુર કરાવી અસંખ્ય કેસોનો સમાધાનથી નિકાલ કરવામાં આવતા અદાલત દ્વારા સૌથી વધુ કેસનો નિકાલ કરનાર ટોપ ફાઈ વકીલોનું સન્માન કરવામાં આવ્યું છેજેમાં વાહન અકસ્માતના કેસો મુકવામાં આવેલ.
જેમાં બામણબોર ગામના ગુજ.છગનભાઈ પ્રેમજીભાઈ બાવળીયાને રૂૂા.20લાખ, ગુજ.હીરલબેન વિનોદભાઈને કેસમાં રૂૂમ.18,70 લાખ જામનગર તાલુકાના નાની માટલી ગામના ગુજ.બાબુભાઈ રામજીભાઈ લામકા કલેઈમ કેસમાં રૂૂા. 17,50 લાખ, વંથલી તાલુકાના ગાઠીલા ગુજ.રતિલાલ ભીખાભાઈ પરમારની રૂૂા. 17,50લાખ કલ્યાણપુર તાલુકાના બારીયાધાર ગામના ગુજ.સુકાભાઈ ઘેલાભાઈને રૂૂા.16 લાખ જામનગરના ગુજ.મેહુલભાઈ માલદેભાઈ ચાવડાને રૂૂા.15 લાખ, નાની ખાવડી ગામના ગુજ.રસીકબા રણજીતસિંહ ચુડાસમાને રૂૂા.13 લાખ, મોરબીના ટીબડી ગામના ગુજ. ગોવિંદભાઈ ભાયાભાઈ ઝાપડાને રૂૂા. 13,25 લાખ ,ગઢડા તાલુકાના સીતાપર ગામના ગુજ. રામજીભાઈ સવજીભાઈ ધરજીયાને રૂૂા. 13 લાખ ,ઈજાપામનાર હળવદના દિધડીયા ગામના સતીષભાઈ બચુભાઈ બાવળાને રૂૂા.6,20,000, રાજકોટના સાતડા ગામના ગુજ. મોહનભાઈ અરજણભાઈ સદાદીયાને રૂૂા.6 લાખ , ભાટીયા ગામના કારૂૂભાઈ ઘેલાભાઈ આંબલીયાને રૂૂા.5,35લાખ , ઉના તાલુકાના વ્યાજપુર ગામના ગુજ.શૈલેષભાઈ નાથુભાઈ મોડાસિયાને રૂૂા.4,90લાખ , કેશોદના બામણસા ગામના ગુજ.વરજાંગભાઈ અરજણભાઈ કરંગયાને રૂૂા.4,85લાખ, લીમડીના પરનાળા ગામના ગુજ.માવજીભાઈ ભુદરભાઈ બાવળીયાને કલેઈમ કેસમાં રૂૂા.4,80 લાખ કલેઈમ કેસોમાં જંગી વળતર મંજુર કરાવેલ છે.
તમામ કલેઈમ કેસોમાં અરજદારો વતી રાજકોટનાં અકસ્માત વળતર અંગેના કલેઈમ કેસોનાં જાણીતા એડવોકેટ રવિન્દ્ર ડી.ગોહેલ, સંદિપ એમ. રાઠોડ તથા વિવેક વી. ભાંસળીયા (ગઢવી)એ લોક-અદાલતમાં અલગ-અલગ કલેઈમ કેસોમાં એક માસથી મહેનત કરીને અને વિમા કંપની સામે રજુઆત તથા દલીલ કરી હાલની મોંઘવારી પ્રમાણે ઉંચા વળતરની ગણતરી કરી ઉપરોકત તમામ અકસ્માત વળતર અંગેનાં કલેઈમ કેસોમાં જુદી જુદી વિમા કંપની પાસેથી જંગી વળતર મંજુર કરાવતા રાજકોટ ડિસ્ટ્રિક્ટ જજ જે.આર શાહના હસ્તે એડવોકેટ રવિન્દ્ર ડી.ગોહેલનું સર્ટિફિકેટ આપી સન્માન કરવામાં આવ્યું છે.
