રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન થાકત, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા એક સંયુક્ત યાદીમાં જણાવે છે કે, શહેરીજનોને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સિટી બસ સેવા તથા બી.આર.ટી.એસ. બસ સેવા ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. જેનું સંચાલન રાજકોટ મહાનગરપાલિકાની કંપની, રાજકોટ રાજપથ લી. દ્વારા કરવામાં આવી રહેલ છે.
ઉક્ત બસનો ઉમેરો થતા સિટી બસ તથા બીઆરટીએસ સેવા અંતર્ગત હાલમાં કુલ-199 બસ દ્વારા કુલ-73 રૂૂટ પર પરિવહન સેવા પૂરી પાડવામાં આવે છે. તેમજ શહેરમાં સિટી બસ સેવાના હયાત રૂૂટ તેમજ નવા રૂૂટ ચાલુ કરવા બાબતે રૂૂટ રેશનાલાઇઝેશન અંગેની કામગીરીમાં જર્મનીની એજન્સી GIZ સાથે ભારત સરકારના આવાસ, કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય (MoHUA), જર્મન ફેડરલ મિનિસ્ટ્રી ફોર ઇકોનોમિક કો-ઓપરેશન (BMZ)દ્વારા કમિશન્ડ કરાયેલ સસ્ટેનેબલ અર્બન મોબીલીટી, એર ક્વોલીટી, ‘ક્લાઇમેટ એક્શન અને એક્સેસિવીલીટી SUM-ACA)’ સંબંધિત ક્ષેત્રના પ્રોજેક્ટની અમલવારી માટેનો ટેકનિકલ સહયોગ વિનામુલ્યે આપવામાં આવી રહેલ છે.
રાજકોટ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન થાકત, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયાએ સિટી બસ સેવાનો તથા નવા શરૂૂ કરવામાં આવેલ રૂૂટનો મહત્તમ લાભ લેવા શહેરીજનોને ખાસ અપીલ અને અનુરોધ કરેલ છે.
નવા ચાર રૂટનો ઉમેરો કરાયો
1) રૂટ નં-78 (ઉમા પી.ટી.સી. કોલેજ થી ગ્રીનલેન્ડ ચોકડી) -4 બસ
2) રૂટ નં-79 (આજી ડેમ થી પરાપીપળીયા ગામ ક્રોસીંગ) -4 બસ
3) રૂટ નં-86(ગોંડલ ચોકડી થી મારવાડી કોલેજ) – 4 બસ
4) રૂટ નં-બી 2 (માધાપર ચોક થી ગોંડલ ચોક) – 4 બસ
આ રૂટ પર હવે પછી 02(બે) બસ ને બદલે 04 (ચાર) બસ કાર્યરત થશે.
5) રૂટ નં-5 (રૈયા ગામ(શિલ્પન ઓનેક્ષ) થી ત્રંબા ગામ)
6) રૂટ નં-13 (કોઠારીયા ચોકડી થી સંતોષીનગર(લાલબહાદુર ટાઉનશીપ)
7) રૂટ નં-46 (ત્રિકોણબાગ થી અર્પીત એન્જી. કોલેજ (હડાળા ગામ)