આટકોટના વીરનગરમાં સરકારી જમીન ઉપર ગેરકાયદેસર અને અનઅધિકૃત રીતે કબ્જો કરી મહાદેવ મીની ઓઈલ મીલનું બાંધકામ કરી વેપાર કરી વાણિજય ઉપયોગ કરનાર ઓઈલમીલના માલિક સામે ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ હેઠળ લેન્ડગ્રેબિંગનો ગુનો નોંધાયો છે. આટકોટમાં સરકારી જમીન ઉપર ગેરકાયદેસર અને અનઅધિકૃત રીતે કબ્જો કરી મહાદેવ મીની ઓઈલ મીલનું બાંધકામ અંગે સરકાર તરફે જસદણના મામલતદાર અને એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટ એમ.કે. બલીયાએ ફરિયાદ નોંધાવી હતી જેમાં હરેશભાઈ મહાદેવ મીની ઓઈલ મીલના માલીક વિરનગરના હરેશ પ્રેમજીભાઈ રાદડીયા સામે ગુજરાત જમીન પચાવી પાડવા પર( પ્રતિબંધ ) અધીનીયમ -2020 અન્વયે સ્યુમોટો કેસ દાખલ કરવામાં આવ્યો હતો જેમાં વીરનગરના સરકારી ખરાબાના રે.સ.નં. 38માં ગેરકાયદેસર બાંધકામ કર્યું હોવાનું સામે આવ્યું હતું.
હરેશભાઇ પ્રેમજીભાઇ રાદડીયા, રહે. વિરનગરએ અનઅધિકૃત કબજો કરી મહાદેવ મીની ઓઇલ મીલનું બાંધકામ કરી, વેપાર કરી વાણિજય ઉપયોગ કરતા હોય અને સરકારી જમીન પચાવી પાડેલ હોય, તત્કાલીન સર્કલ ઓફીસર જસદણ દ્વારા વિગતવાર દરખાસ્ત રજુ કરતા સામાવાળા વિરૂૂધ્ધ જમીન મહેસુલ કાયદાની કલમ-61 હેઠળ દબાણ કેસ દાખલ કરવામાં આવેલ અને તત્કાલીન મામલત દારે દબાણદાર સામે લે.રે.કો.ક. 61 હેઠળ કાર્યવાહી હાથ ઘરી રૂૂબરૂૂ સાંભળવા નોટીસ આપી દબાણદારને રૂૂબરૂૂ સાં ભળવામાં આવેલ અને દબાણદારએ સરકારી જમીનમા દબાણ હોય તા.28/08/2018 ના હુકમ નં.પે શકદમી/કેસ નં.02/2018 થી પ્રતિવાદીએ સરકારી ખરાબાની જમીનમાં દબાણ કરેલ સાબિત માની જંત્રીના 1 ટકા લેખે રૂૂ.250 દંડ અને દબાણવાળી જમીન પ્રતિવાદીએ સ્વખર્ચે ખુલ્લી કરવા હુકમ કરવામાં આવેલ છે.
હરેશ રાદડિયા સરકારી જમીનનો વાણિજય ઉપયોગ કરતા હોય તા.05/04/2025 ના રોજ જમીન મહેસુલ કાયદાની કલમ-0ર0રહેઠળ નોટીસ આપવામાં આવેલ છે. કાયદાની કમલ-0202 હેઠળ નોટીસ આપી દિન-5 માં સરકારી જમીન પરનું દબાણ સ્વેચ્છા એ ખુલ્લુ કરવા જણાવવામાં આવેલ તેમછતા દબાણ ખુલ્લુ કરવામાં આવેલ નથી. જેથી દબાણદાર સામે સ્યુમોટો ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ-2020 હેઠળ કાર્યવાહી કરવા દરખાસ્ત કરવામાં આવી હતી. જેના આધારે પોલીસ ફરીયાદ કરી ગુનો નોંધાયો હતો.
