આઈપીએલ 2009 દરમિમિયાન વિદેશી મુદ્રા પ્રબંધન અધિનિયમ એટલે કે, FEMAના ઉલ્લંધન મામલે લલિત મોદી અને બીસીસીઆઈને મોટી રાહત મળી છે. આ મામલો 2009માં આઈપીએલની બીજી સીઝનને ભારતમાંથી સાઉથ આફ્રિકા શિફ્ટ કરવા સાથે જોડાયેલો હતો. દેશમાં લોકસભા ચૂંટણીને લઈ ત્યારે આઈપીએલનું સાઉથ આફ્રિકામાં આયોજન કરવામાં આવ્યું હતુ.
આ મામલે SAFEMA હેઠળ ટ્રિબ્યુનલને 16 જુલાઈના રોજ પોતાનો નિર્ણય સંભળાવ્યો હતો. જેમાં તેમણે લલિત મોદી પર લગાવેલા દંડને સંપૂર્ણ રીતે રદ્દ કર્યો છે. લલિત મોદી સિવાય બીસીસીઆઈના બીજા તત્કાલીન અધિકારીઓ એન,શ્રીનિવાસ અને એમપી પાંડવોને પણ આ કેસમાં રાહત મળી છે.
લલિત મોદીને ટ્રિબ્યુનલે સૌથી મોટી રાહત આપી છે અને કહ્યું કે, તે આઈપીએલની બીજી સીઝનને સાઉથ આફ્રિકામાં આયોજિત કરાવવાના મુખ્ય વાસ્તુકાર રહ્યા છે. ટ્રિબ્યુનલે કહ્યું કે, લલિત મોદી પર દંડ તેના પદ અને સસ્પેશનની નજરઅંદાજ કરતા લગાવ્યો હતો. ટ્રિબ્યુનલના મુજબ લલિત મોદીને ફંસાવવામાં આવ્યા હતા. ત્યારે તેના પર લાગેલા દંડ સંપુર્ણ રીતે ખોટો છે. આઈપીએલ 2009 FEMA મામલે ટ્રિબ્યુનલથી ક્લીન ચિટ મળ્યા બાદ લલિત મોદીએ માત્ર ખુશી વ્યક્ત કરી નથી પરંતુ જીતનો જશ્ન પણ મનાવ્યો હતો.
