“2026-તમારી સાથે” કેપ્સન પણ લખ્યું
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડી કુલદીપ યાદવે નવા વર્ષની શરૂૂઆત પોતાની લેડી લક સાથે કરી છે. કુલદીપે ન્યૂ યર ઇવના અવસર પર પોતાની ફિયાન્સે સાથે એક રોમેન્ટિક ફોટો શેર કરી છે. નવા વર્ષ પહેલા કુલદીપે પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર પોતાની થવા વાળી પત્ની વંશિકા સાથે ફોટો શેર કરતા લખ્યું, ’2026 તમારી સાથે.’ કુલદીપ યાદવ અને વંશિકાએ જૂન, 2025માં સગાઈ કરી લીધી હતી.
લખનૌના એક ખાનગી સમારોહમાં થયેલી સગાઈ સેરેમનીમાં રીન્કુ સિંહ જેવા ઘણા મિત્ર અને પરિવાર સામેલ થયા હતા. કુલદીપ અને વંશિકા એકબીજાને તેમના સ્કૂલના દિવસોથી ઓળખે છે, પરંતુ તેઓએ તેમના સંબંધને ખાનગી રાખ્યા હતા. જોકે, હવે તેઓ ટૂંક સમયમાં લગ્ન કરવા માટે તૈયાર છે. વંશિકા કાનપુરના શ્યામ નગરની રહેવાસી છે. હાલમાં, વંશિકા ભારતીય જીવન વીમા નિગમમાં અધિકારી તરીકે કામ કરે છે. મીડિયા અહેવાલો અનુસાર, સ્કૂલ પૂરી કર્યા પછી, વંશિકા વધુ અભ્યાસ માટે ઓસ્ટ્રેલિયા ગઈ હતી. પરત ફર્યા પછી, તે એલઆઇસીમાં જોડાઈ. જો કે, કેટલાક અહેવાલો એવો પણ દાવો કરે છે કે વંશિકા એક મલ્ટી નેશન કંપનીમાં નોકરી કરે છે. કુલદીપ યાદવ અને વંશિકાના લગ્ન 2026ની શરૂૂઆતમાં થવાની ધારણા છે.
